Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રીને ઓમાનના સુલતાન તરફથી અભિનંદનનો ફોન આવ્યો

PM Narendra Modi: મહામહિમે ભારતના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ તેમની શુભેચ્છાઓ બદલ તેમનો આભાર માન્યો અને ડિસેમ્બર 2023માં મહામહિમની ભારતની ઐતિહાસિક મુલાકાત પર પ્રકાશ પાડ્યો. બંને નેતાઓએ ભારત-ઓમાન સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. પ્રધાનમંત્રીએ મહામહિમ અને ઓમાનના લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી

PM Narendra Modi received a congratulatory call from the Sultan of Oman

PM Narendra Modi received a congratulatory call from the Sultan of Oman

 News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઓમાનના સુલતાન ( Oman Sultan ) મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકનો ફોન આવ્યો.

Join Our WhatsApp Community

સુલતાન હૈથમ બિન ( Haitham bin Tariq ) તારિકે તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે તેમની પુનઃનિયુક્તિ બદલ પ્રધાનમંત્રીને ( Prime Minister ) હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.

મહામહિમે ઓમાન ( Oman ) અને ભારત વચ્ચેના સદીઓ જૂના મિત્રતાના સંબંધો પર ભાર મૂક્યો હતો અને ભારતના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ઉષ્માભરી શુભેચ્છાઓ માટે મહામહિમનો આભાર માન્યો હતો અને ડિસેમ્બર 2023માં ભારતની તેમની ઐતિહાસિક મુલાકાત પર પ્રકાશ પાડ્યો હતો જેના કારણે તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ ( Bilateral collaboration ) વધુ ગાઢ બન્યો હતો.

આ સમાચાર   પણ વાંચો : Gold ETF flows : દેશમાં રોકાણકારોનો રસ ગોલ્ડ ઈટીએફમાં વધ્યો, તોડ્યા રોકાણના તમામ રેકોર્ડ; જાણો આંકડા..  

બંને નેતાઓએ બંને દેશોના પરસ્પર લાભ માટે ભારત-ઓમાન ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

પ્રધાનમંત્રીએ આગામી ઈદ અલ અધાના તહેવાર પર મહામહિમ અને ઓમાનના લોકોને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Exit mobile version