News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ ( Russian President ) મહામહિમ શ્રી વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનના અનુવર્તી દ્વિપક્ષીય સહયોગના ( bilateral cooperation ) સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી.
તેઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું અને ભારત-રશિયા ( India-Russia ) વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભાવિ પહેલ માટે રોડમેપ વિકસાવવા સંમત થયા.
આ સમાચાર પણ વાંચો : NITI Aayog report: મોદી સરકારના 9 વર્ષ દરમિયાન દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યાં- Niti Ayog રિપોર્ટ
તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ( Global issues ) પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
PMએ 2024માં રશિયાના BRICS પ્રમુખપદ માટે તેમને ( Vladimir Putin ) શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.