Site icon

Devendra Fadnavis: મુંબઈમાં જીત માટે નાગપુરની તર્જ પર, હવે અહીં પણ થેંક્યુ દેવેન્દ્ર જી કાર્યક્રમો અમલમાં આવ્યા..

Devendra Fadnavis: મુંબઈના ઉપનગરોમાં કાલાચોકી વિસ્તારમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના ગઢમાં બીજેપીની તાકાતનો દેખાવ પ્રદર્શન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ શક્તિ પ્રદર્શનના કેન્દ્રમાં હતા.

Devendra Fadnavis: On the lines of Nagpur for victory in Mumbai, now Thank you Devendra Ji programs have been implemented here too..

Devendra Fadnavis: On the lines of Nagpur for victory in Mumbai, now Thank you Devendra Ji programs have been implemented here too..

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis: શું દેવેન્દ્ર ફડણવીસ નાગપુરના “હાઉસ પોલિટિક્સ” ફોર્મ્યુલાનો ઉપયોગ હવે મુંબઈમાં અમલ કરી રહ્યા છે? આ પ્રશ્ન પૂછવાનું કારણ મુંબઈના કાલાચોકી વિસ્તારમાં આયોજિત બીજીપીનો ( BJP ) વિશેષ કાર્યક્રમ થેંક યુ દેવેન્દ્ર જી ને કારણે છે. ભાજપે મુંબઈ ઉપનગરોમાં સામાન્ય નાગરિકોના ઘરોને લગતા અને વર્ષોથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો દાવો કર્યો છે અને આ માટે ભાજપે થેંક યુ મોદીજી અભિયાનની તર્જ પર મુંબઈમાં થેંક યુ દેવેન્દ્ર જી ( Thank you Devendra Ji ) નામનું એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. વર્ષોથી અટકેલા અસગ્રસ્ત પુનર્વસન પ્રોજેક્ટમાં લોકોને ઘર અપાવવાના પ્રશ્નોના નિરાકરણ કરવાનો આ પ્રયોગ નાગપુરની જેમ શું હવે મુંબઈમાં ( Mumbai ) પણ સફળ થશે. એ જોવું મહત્ત્વપૂર્ણ બની રહેશે. 

Join Our WhatsApp Community

મુંબઈના ઉપનગરોમાં કાલાચોકી વિસ્તારમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના ગઢમાં બીજેપીની તાકાતનો દેખાવ પ્રદર્શન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ શક્તિ પ્રદર્શનના કેન્દ્રમાં હતા. “ધન્યવાદ મોદીજી” પછી ભાજપે મહારાષ્ટ્રમાં “ધન્યવાદ દેવેન્દ્રજી” નામનું નવું અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય સામાન્ય મતદારોને વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે સરકાર અને પક્ષ દ્વારા કરવામાં આવેલા કાર્યોને લોકો સમક્ષ રજૂ કરીને લોકોનું સમર્થન મેળવવાનો છે.

 નાગપુરના ( Nagpur ) હાઉસિંગ પ્રયોગ સફળ રહ્યો હતો..

ધન્યવાદ દેવેન્દ્રજી અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કેવા દાવા કરવામાં આવી રહ્યા છે?
* મ્હાડાની 56 વસાહતો માટે 380 કરોડની સેવા ફી માફ કરવામાં આવશે.
* મ્હાડા સિંધી કોલોની, સાંઈ કોલીવાડામાં પુનર્વસન માટે 25 ઇમારતો વિકસાવાશે.
* બાંદ્રા રિક્લેમેશન, આદર્શનગર, અભ્યુદયનગરનો પુનઃવિકાસ કરવામાં આવશે.
* મ્હાડા 27માંથી 17 પોલીસ કોલોનીનો પુનઃવિકાસ કરશે.
* દોઢ લાખ મિલ કામદારોને વેતન અપાશે.
*પ્રધાનમંત્રી આવાસ યોજના અને મોદી આવાસ યોજના હેઠળ હજારો મકાનો બનાવવામાં આવશે.
* સહકારી હાઉસિંગ સોસાયટીઓના પ્લોટ પર બિન-કૃષિ વેરો માફ કરવામાં આવતા. તેના પર બાંધકામની પરવાનગી મળશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: જોગેશ્વરીના રવિન્દ્ર વાયકર હવે એકનાથ શિંદે જુથમાં સામેલ, કહ્યું વિકાસ કામો માટે સત્તા જરુરી.

નાગરપુરમાં હતા તે દરમિયાન પણ ફડણવીસે તેમના મતવિસ્તારમાં ઘણા વર્ષો પહેલા સામાન્ય મકાનોના પ્રશ્નો અથવા જમીનની માલિકીની ( Land ownership ) સમસ્યાઓ હલ કરવાનો સફળતાપૂર્વક પ્રયોગ અમલમાં મૂક્યો હતો. જે બાદ ફડણવીસે નાગપુરમાં મજબૂત રાજકીય લાભો મેળવ્યા હતા. આમાં ટુકડોજી નગર, સરસ્વતી નગર, ફકીરા વાડી, રામબાગમાં, બોરકર નગર, ખામલા, ટાકિયા, ભામતી વસાહતો, વગેરેમાં ફડણવીસે વિવિધ કાયદાઓ દ્વારા, વિધાન સમિતિઓના મંજુરી મેળવ્યા બાદ, હજારો નાગપુરકર ઝૂંપડપટ્ટી ધારકોને જ્યાં તેમના ઝૂંપડા આવેલા હતા. તે જ જમીન પર તેમને માલિકી હક્કો મેળવી આપ્યા બાદ, આ હજારો એવા પરિવારોને તેમના માલિકીના મકાનો આપવામાં આવ્યા હતા, તે લોકો આજે પણ ફડણવીસની આ મદદને ભૂલ્યા નથી.

દરમિયાન, ભાજપ અને ફડણવીસે લોકોની આવાસની સમસ્યાઓ હલ કરીને મજબૂત રાજકીય લાભ મેળવ્યો હતો. જે ગામડાઓમાં ભાજપને પહેલા 5000માંથી માત્ર 24 મત મળતા હતા, આજે ત્યાં ભાજપને બહુમતી મતો મળી રહ્યા છે. તેથી, નાગપુરના હાઉસિંગ પ્રયોગે સાબિત કર્યું છે કે ગરીબ મતદાતા, જેમને આવાસ માટે મદદ મળી છે, તે જાતિ, ધર્મ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના મત આપે છે.

એટલે ફડણવીસ હવે મુંબઈમાં નાગપુર હાઉસિંગનો પ્રયોગ કરીને ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના ગઢમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું હાલ કહેવાય છે. આ પ્રયોગની ભાજપે કાલા ચોકીથી શરૂઆત કરી છે. જેમાં ભાજપે 30 હજાર સોસાટીઓનો સંપર્ક કર્યો છે અને તે સોસાટીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે, જો કોઈ પક્ષી માળો બાંધવા માંગે તો તેને કોઈ પરવાનગીની જરૂર નથી, પરંતુ જો કોઈ માણસ મુંબઈમાં ઘર બાંધવા માંગતો હોય અને જો તે પુનઃવિકાસમાં તેનું બાંધવા માંગતો હોય, તો તેને પોતાનું ઘર મળવામાં બે-ત્રણ પેઢીઓ વીતી જાય છે… આ સમસ્યા છે.

આ સમસ્યાને અમે દૂર કરવા માંગીએ છીએ. નોંધનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં તેમના મતવિસ્તારમાં ઘરની રાજનીતિનો સફળ પ્રયોગ કરીને બહુમતી મતવિસ્તારનું નિર્માણ કર્યું હતું. જો કે, ઠાકરેના ગઢમાં સામાન્ય મરાઠી મતદારને આકર્ષવા માટે વર્ષોથી પડતર રહેલા તેમના ઘરના પ્રશ્નોના નિરાકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવતા આ કેટલી સફળ થશે. તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.

આ સમાચાર પણ વાંચો : Jaipur Mumbai Express Firing : જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબાર કેસ પર કાર્યવાહી, હવે વઘુ બે આરપીએફ જવાનો થયા સસ્પેન્ડ..

 

Gold Price Fall: સોનાના ભાવ ૮૦,૦૦૦ સુધી ગગડી શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે.
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai crime news: મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: વેપારીને બેભાન કરીને ₹૧૦ લાખના સોના-હીરાના દાગીના ચોરનાર મહિલા પકડાઈ
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Exit mobile version