Port Louis: ચીનને હંફાવવા મોરેશિયસમાં ભારતે વિશાળ સૈન્યમથક બનાવ્યું, હિન્દ મહાસાગરમાં ડ્રેગન સામેનો મોરચો થશે મજબૂત… જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

Port Louis: હિન્દ મહાસાગરમાં ચીનની અવળચંડાઇને જવાબ આપવા માટે ભારતે મોરેશિયસના એક ટાપુ પર મિલિટરી બેઝનું નિર્માણ કર્યું છે. આ મિલિટરી બેઝ બનીને તૈયાર થઇ ગયો છે અને હવે ત્યાં ભારતીય નેવી અને એરફોર્સના જહાજોને તૈનાત કરાશે

by NewsContinuous Bureau
Port Louis India has built a huge military base in Mauritius to discourage China, the front against the dragon in the Indian Ocean will be strengthened... know the full issue here..

News Continuous Bureau | Mumbai

Port Louis: હિન્દ મહાસાગર (Indian Ocean) માં ચીન (China) ની અવળચંડાઇને જવાબ આપવા માટે ભારતે (India) મોરેશિયસ (Mauritius) ના એક ટાપુ પર મિલિટરી બેઝ (military Base) નું નિર્માણ કર્યું છે. આ મિલિટરી બેઝ બનીને તૈયાર થઇ ગયો છે અને હવે ત્યાં ભારતીય નેવી અને એરફોર્સના જહાજોને તૈનાત કરાશે. જોકે તે પહેલા ભારત અને મોરેશિયસની વચ્ચે આ મિલિટરી બેઝને લઇને મહત્વપૂર્ણ એમઓયુ (MOU) થશે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય નેવીનું યુદ્ધપોત આઇએનએસ શારદા મંગળવારે પોર્ટ લુઇસ (Port Louis) પર રોકાયું હતું, આ એ જ ટાપુ છે કે જ્યાં ભારતે સૈન્ય મથક તૈયાર કર્યું છે. આ સૈન્ય મથક ચીનના પ્રભુત્વને રોકવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. કેમ કે ચીન દક્ષીણ ચીન સમુદ્રની સાથે સાથે હિન્દ મહાસાગરમાં પણ પગપેસારો કરી રહ્યું છે.

હાલમાં પોર્ટ લુઇસ પર જે ભારતીય જહાજ પહોંચ્યું છે તેના રોકાવા દરમિયાન ભારતીય નેવી અને મોરેશિયસના રાષ્ટ્રીય તટ રક્ષકના કર્મચારીઓ આગામી ત્રણ દિવસ સુધી સંયુક્ત સમુદ્રી પ્રશિક્ષણની સાથે સાથે આર્થિક ક્ષેત્રની દેખરેખ તેમજ સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ અભ્યાસ કરશે. ભારત દ્વારા તૈયાર કરાયેલા આ સૈન્ય મથકનો હેતુ હિંદ મહાસાગરમાં ભારતની શક્તિનું પ્રદર્શન કરવાનો છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ માટે પણ કરારો કરવામાં આવશે. આ કરારો પણ રણનીતિક પગલુ માનવામાં આવે છે. આ તમામ કરારો અને સૈન્ય મથકની મદદથી ભારત હિંદ મહાસાગરમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં ચીનનું સૈન્ય સતત આક્રામક થઇ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : New rules : નવો મહિના નવા ફેરફાર.. આજથી બદલાયા 4 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે…

પોર્ટ લુઇસ પર જે ભારતીય જહાજ પહોંચ્યું….

ભારત મોરેશિયસની સાથે આ સૈન્ય મથક ઉપરાંત એક અન્ય મહત્વપૂર્ણ ડીલ કરવા જઇ રહ્યો છે. પોર્ટ લુઇસ સાથે સંકળાયેલી આ ડીલનો હેતુ મોરેશિયસ માટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ તૈયાર કરવાનો છે. ભારતથી ગિરમિટિયા મજૂરો મોરેશિયસ પહોંચ્યા હતા તેને ૧૮૯ વર્ષ પૂર્ણ થશે. આ અવસર પર ભારતના રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વી મુરલીધરન મોરેશિયસ પહોંચશે. તેઓ બે દિવસ દરમિયાન સૈન્ય મથક તૈયાર થયું છે તે પોર્ટ લુઇસની પણ મુલાકાત લેશે.

મોરેશિયસની રણનીતિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત પોતાના કેટલાક બોઇંગ પોસીડોનને પણ તૈનાત કરવા અંગે વિચારી શકે છે. હાલમાં આ ટાપુ પર ભારત અને મોરેશિયસ સૈન્ય વચ્ચે કેટલાક અભ્યાસ થશે, જેમાં પૂર્વી આફ્રીકી દેશોમાં હાજર એક્સક્લૂસિવ ઇકોનોમિક ઝોન (EEZ) પર પણ નજર રાખવાનો અભ્યાસ કરવામાં આવશે. ભારત આ સાથે જ મોરેશિયસ સાથે મહત્વપૂર્ણ ડીલ કરવા પણ જઇ રહ્યો છે. હાલમાં આ ટાપુ પર જેટી, રવને, હેંગર વગેરેનું નિર્માણ કામ પૂર્ણ થઇ ગયું છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫માં સમુદ્રી અને હવાઇ પરિવહન સુવિધાઓમાં સુધારા માટે મોરેશિયસ સાથે ભારતે એક એમઓયુ કર્યા હતા, જે બાદ આ સૈન્ય મથકના નિર્માણનું કામ શરૂ કર્યું હતું.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More