ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
કોરોના વાયરસ રોગચાળામાંથી ઉભરતી દેશની અર્થવ્યવસ્થા ‛કોલસા સંકટ’ ના ખતરામાં છે. દેશના કોલસા આધારિત સ્ટેશનોમાં બળતણની તીવ્ર અછત સર્જાઈ છે. સાથે જ સરકાર પણ પરિસ્થિતિને અસામાન્ય અને અનિશ્ચિત ગણાવી રહી છે. ભારતમાં કોલસાથી ચાલતા સ્ટેશનોમાં આશરે 70 ટકા વીજળી ઉત્પન્ન થાય છે. જો કે ભારતમાં જ નહીં પણ યુરોપ અને ચીનમાં પણ ઘણી જગ્યાએ ઉર્જા સંકટ વધી રહ્યું છે.
એક મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે, “ચોમાસા પછીની ઉણપને કારણે આ કોલસાની તંગીને સામાન્ય કરતાં વધુ ગણાવતાં કહ્યું હતું કે “મને ખબર નથી કે આગામી 5-6 મહિનામાં આ સ્થિતિ સહજ થશે કે નહીં. સામાન્ય રીતે કોલસાની માંગ ઓક્ટોબરના મધ્યમાં ઓછી હોય છે. પરંતુ સ્થિતિ અનિશ્ચિત બની રહી છે. મને ખબર નથી કે દેશ સલામત છે કે નહીં. જો તમારી પાસે ત્રણથી ઓછા સ્ટોક સાથે 40-50 હજાર મેગાવોટ (થર્મલ ક્ષમતા) હોય, તો તમે સુરક્ષિત રહી શકતા નથી.”
આખરે એક ધારાસભ્ય ગરબા રમવાની તરફેણમાં આવ્યો, કરી આ માંગણી; જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, દરરોજ 104 થર્મલ પ્લાન્ટનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, 14,875 મેગાવોટની ક્ષમતા ધરાવતા 15 સ્ટેશનો પાસે 30 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો સ્ટોક પણ બાકી નહોતો. જ્યારે, 52,530 મેગાવોટ ધરાવતા 39 સ્ટેશનોમાં ત્રણ દિવસથી ઓછો સ્ટોક હતો. આ સિવાય કોલસાની ગેરહાજરીને કારણે 6,960 મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટમાં કામ બંધ થઈ ગયું છે. જો કે મંત્રીએ ભાર મૂક્યો છે કે તેમની ટીમ આ કટોકટીને દૂર કરવા માટે અન્ય મંત્રાલયો સાથે સતત કામ કરી રહી છે.
ચોમાસા પછી માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો ઉપરાંત એપ્રિલ-જૂન 2021 માં સ્ટોકની અછત પણ કટોકટીનું મોટું કારણ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવમાં વધારાને કારણે આયાતમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. સામાન્ય રીતે ભારતમાં ઓક્ટોબરમાં સૌથી વધુ વીજળીનો વપરાશ નોંધાય છે. કોરોનાની બીજી લહેર પછી કોલસા આધારિત વીજળીના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. 2019 માં આ આંકડો 61.9 ટકા હતો, જે વધીને 66.4 ટકા થયો છે.
ભારતે 388 ગીગાવોટ ની ક્ષમતાવાળા સ્ટેશનો ઉભા કર્યા હતા. તેમાંથી લગભગ 55 ટકા કોલસાથી ચાલતા હતા. સિંહે માહિતી આપી હતી કે, “માંગ ખૂબ ઝડપથી વધી ગઈ છે. ઓગસ્ટમાં માંગ 124 બિલિયન યુનિટ હતી. કોવિડના પહેલા તબક્કાની સરખામણીએ, માંગમાં એક મહિનામાં 18 બિલિયન યુનિટનો વધારો થયો છે. કોવિડ દરમિયાન અમે 200 ગીગાવોટને આંકડો સ્પર્શ કર્યો હતો અને માંગ 170-180 ગીગાવોટની આસપાસ રહી હતી. હું અપેક્ષા રાખું છું કે તે ફરીથી 200 ગીગાવોટ સુધી જશે અને ત્યાં જ રહેશે. મંત્રીએ તેને વધતી જતી અર્થવ્યવસ્થાની નિશાની પણ ગણાવી છે.”
ઉર્જા અને રેલ મંત્રાલય, કોલ ઇન્ડિયા લિમિટેડ, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી અને પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને આંતર-મંત્રાલયની ટીમ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાના પુરવઠા પર નજર રાખી રહ્યાં છે. સરકારે તે ઉત્પાદન પ્રણાલીઓને પ્રાધાન્ય આપવાનું કહ્યું છે, જે કોલસા કંપનીઓને નિયમિત ચૂકવણી કરી રહી છે. આ સાથે કોલસાના સ્ટોકનું અનિવાર્ય સ્તર પણ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે.