News Continuous Bureau | Mumbai
મહારાણી એલિઝાબેથ દ્વિતીય(Queen Elizabeth 2)ના રાજકીય અંતિમ સંસ્કાર(Funeral)માં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ(Indian President Draupadi Murmu) યુનાઇટેડ કિંગડમ (United Kingdom) જશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) 17-19 સપ્ટેમ્બર 2022ના ભારત સરકાર(Indian Govt) તરફથી સંવેદના વ્યક્ત કરવા માટે લંડન, યુનાઇટેડ કિંગડમ જશે.
આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ લંડન જશે.
મહારાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 2000 વીઆઈપી મહેમાનોની હાજરીમાં થશે.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને સામેલ થવાની આશા છે.
આ સમાચાર પણ વાંચો : ગોઝારો બુધવાર- અમદાવાદમાં મોટી દુર્ઘટના- નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી- આટલા શ્રમિકોના નિપજ્યા મોત