ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
તહેવાર અને ચૂંટણી બંનેની સિઝન શરૂ થઈ ગઈ છે, તે દરમિયાન ડુંગળી અને બટાટાના આકાશી ભાવ એકવાર ફરી એક મુદ્દો બની ગયા છે. જોકે, સરકારે ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખવા માટે અનેક પગલા ભર્યા છે. હવે દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં બટાકાની કિંમતો બમણી થઈ ગઈ છે. જયારે ઘણા શહેરોમાં ડુંગળીના છૂટક ભાવ પ્રતિ કિલો રૂ.80-100 પર પહોંચી ગયાં છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં જથ્થાબંધ બજારમાં બટાટાના ભાવમાં 108% નો વધારો થયો છે. એક વર્ષ પહેલા બટાટા બલ્કમાં 1,739 રૂપિયા ક્વિન્ટલમાં વેચાયા હતા. હવે ભાવ ક્વિન્ટલ રૂ .3,363 છે.
જ્યારે ડુંગળીના ભાવ ક્વિન્ટલના રૂ .5,645 હતા, જે એક વર્ષ અગાઉ 1,739 હતા. એટલે કે, આખા વર્ષ દરમિયાન ડુંગળીના દરમાં 47% નો વધારો થયો છે.
@ ડુંગળી-બટાકાના ભાવ ઘટશે કારણ કે….
1. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા સરકારે 23 ઓક્ટોબરે ડુંગળીની સ્ટોક મર્યાદા વધારીને 25 ટન કરી છે.
2. બફર સ્ટોકમાંથી રાજ્યોને ડુંગળી પણ આપવામાં આવી છે. નાફેડએ પણ બજારમાં 1 લાખ ટન ડુંગળી મોકલવા મંજૂરી આપી.
3. સરકારે શુક્રવારે ભૂટાનમાંથી બટાટાની આયાતમાં મુક્તિ આપી, આ માટેની લાઇસન્સ આવશ્યકતા દૂર કરી દેવામાં આવી છે અને ટેરિફ રેટ ક્વોટા યોજના હેઠળ, વધારાના 10 લાખ ટન બટાટાની મંજૂરી આપવામાં આવી છે.
આ તમામ સંયુક્ત પ્રયાસોથી ડુંગળી-બટાકા ના ભાવ નિયંત્રણમાં આવવા લાગ્યા છે. જોકે, સરકારે આશ્વાસન આપ્યુ છે કે દિવાળી પહેલા બને સસ્તા થઈ જશે.