News Continuous Bureau | Mumbai
Onion Price Hike: ડુંગળીની વધતી કિંમતો(Onion Prices) ને ડામવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર તેના બફર સ્ટોક(Buffer Stock) માંથી 3 લાખ મેટ્રિક ટન ડુંગળી ખુલ્લા બજારમાં છોડવા જઈ રહી છે. જે રાજ્યોમાં ડુંગળીના છૂટક ભાવ સમગ્ર ભારતની સરેરાશ કિંમત કરતા વધારે છે અને જ્યાં છેલ્લા એક મહિનામાં ભાવમાં વધારો થયો છે, તે રાજ્યોમાં કેન્દ્ર સરકાર તેના સ્ટોકમાંથી ડુંગળી છોડશે.
ડુંગળીની વધતી કિંમતો અંગે યોજાઈ બેઠક
ગુરૂવારે, 10 ઓગસ્ટ, 2023 ના રોજ, ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે NAFED અને NCCF ના મેનેજિંગ ડિરેક્ટર સાથે ડુંગળીની વધતી કિંમતો અંગે બેઠક યોજી હતી. જેમાં બફર સ્ટોકમાંથી ડુંગળી વેચવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઈ-ઓક્શન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ડુંગળી વેચવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
સહકારી મંડળીઓને રાહત દરે ડુંગળી મળશે
ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા માટે ડુંગળીના વેચાણના જથ્થા અને ઝડપ પર ડુંગળીના ભાવ અને ઉપલબ્ધતાનું ધ્યાન રાખવામાં આવશે. છૂટક બજારમાં ડુંગળી વેચવા ઉપરાંત, કેન્દ્ર સરકાર રાજ્યોને પણ સસ્તા દરે ડુંગળી આપશે જેથી તેઓ ગ્રાહક સહકારી અને કોર્પોરેશન રિટેલ સ્ટોર દ્વારા ડુંગળી વેચી શકે.
આ સમાચાર પણ વાંચો : No Honking Day: મુંબઈ પોલીસે 2,000થી વધુ ઉલ્લંઘન કરનારાઓ સામે નોંધ્યો ગુનો, વસુલ્યો અધધ આટલા લાખ રૂપિયાનો દંડ…
ચાલુ વર્ષે બફર સ્ટોક માટે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી. જો જરૂર પડશે તો સરકાર વધુ ડુંગળી ખરીદી શકે છે. નાફેડ અને NCCF બંનેએ જૂન-જુલાઈમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી 1.50 મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરી હતી. તે જ સમયે, આ વર્ષે સંગ્રહ દરમિયાન ડુંગળીનો બગાડ અટકાવવા માટે ભાભા અણુ સંશોધન કેન્દ્ર સાથે કરાર કરવામાં આવ્યો છે.
આ રીતે થાય છે ભાવ નિયંત્રિત
કેન્દ્ર સરકારના ભાવ સ્થિરીકરણ ફંડ હેઠળ ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે જેથી ડુંગળીના ભાવમાં થતી વધઘટને નિયંત્રિત કરી શકાય. રવિ સિઝનમાં ડુંગળીની ખરીદી કરવામાં આવે છે જેથી કરીને ઓફ સિઝનમાં એવા સ્થળોએ ડુંગળીને સાચવી શકાય જ્યાં તેનો વપરાશ ઘણો વધારે હોય. 2020-21માં માત્ર 1 લાખ મેટ્રિક ટન ડુંગળીનો બફર સ્ટોક હતો. જે હવે ત્રણ ગણો વધીને 3 લાખ મેટ્રિક ટન થયો છે. આ બફર સ્ટોકને કારણે, ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સાથે, ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી પૂરી પાડીને ભાવ સ્થિર રાખવામાં તે સફળ રહ્યું છે.