News Continuous Bureau | Mumbai
No Honking Day: મુંબઈ ટ્રાફિક પોલીસે 9 ઓગસ્ટ, 2023 બુધવારના રોજ ‘નો હોંકિંગ ડે’ (No Honking Day) મનાવ્યો હતો. પ્રથમ જ દિવસે મુંબઈ ટ્રાફિક પોલીસે કુલ 2,117 ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કેસ નોંધ્યા હતા. તેમાંથી 1,965 કેસ બિનજરૂરી હોર્ન વગાડવા સામે અને 152 કેસ મોડિફાઇડ સાઇલેન્સરનો ઉપયોગ કરવા સામે કેસ નોંધાયા સાથે જ મોટરચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પોલીસે મોટરચાલકો અને બાઇકર્સ પાસેથી બિનજરૂરી હોર્ન વગાડવા બદલ આશરે રૂ. 20 લાખ અને ઘોંઘાટીયા સાઇલેન્સર માટે બાઇકર્સ પાસેથી રૂ. 1.5 લાખ દંડ રૂપે એકત્ર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે મોટા ભાગનો દંડ ચેમ્બુર, ઘાટકોપર અને દાદરમાંથી વસૂલવામાં આવ્યો હતો.
પ્લેકાર્ડ લઈને જાગૃતિ ફેલાવવામાં આવી
આ દિવસે ટ્રાફિક વિભાગ દ્વારા પણ વિવિધ ટ્રાફિક જંકશન પર બિનજરૂરી હોર્ન વગાડવાથી થતા નુકસાન અંગે પ્લેકાર્ડ લઈને જાગૃતિ ફેલાવવામાં આવી હતી. શાળાના બાળકો, ટેક્સી ડ્રાઈવરો અને ઓટો ડ્રાઈવરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમણે પણ પ્લેકાર્ડ પકડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Sunny Leone- સની લિયોને કર્યો આ મોટો ખુલાસો.. મુંબઈના વરસાદને યાદ કરતા તેનો કડવો અનુભવ પ્રગટ કર્યો… તે ભયાનક હતું, હું રડતી રહી… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…
ચેમ્બુર, ઘાટકોપર અને દાદરમાં સૌથી વધુ કેસ
ટ્રાફિક વિભાગે(Traffic Department) વધુમાં જણાવ્યું હતું કે ચેમ્બુર, ઘાટકોપર અને દાદરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ડ્રાઈવ 16 ઓગસ્ટે ફરીથી ચલાવવામાં આવશે. આ પહેલ સાથે, મુંબઈ પોલીસ(Mumbai Police)નો હેતુ શહેરના રસ્તાઓ પર અવાજના પ્રદૂષણને રોકવાનો છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વાહનચાલકો સામે કાર્યવાહી પણ કરી હતી.
2,116 વાહનચાલકો સામે ગુનો
અગાઉ, જૂનના મધ્યમાં, મુંબઈ ટ્રાફિક પોલીસે શહેરમાં બિનજરૂરી રીતે હોર્ન વગાડવા બદલ 2,116 વાહનચાલકો સામે ગુનો નોંધ્યો હતો. 13 જૂનના રોજ, ટ્રાફિક પોલીસે તેના નો હોંકિંગ ડે અભિયાનના ભાગરૂપે વધુ પડતા હોર્ન વગાડવા બદલ વાહનચાલકોને 24 કલાકના ગાળામાં 2,116 ચલણ જારી કર્યા હતા. પોલીસે ડ્રાઈવ પહેલા અને પછી જંક્શન પર ડેસિબલ મીટરનો ઉપયોગ કર્યો હતો.