News Continuous Bureau | Mumbai
Sunny Leone– બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન (Sunny Leone) એક યા બીજા કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ મુંબઈના હવામાન અને વરસાદ (Mumbai Rains) વિશે પોતાનો અનુભવ શેર કર્યો. એક ઈન્ટરવ્યુમાં સનીએ મુંબઈના વરસાદે તેના પર કેવી અસર કરી તે વિશે વાત કરી હતી. મુંબઈમાં વરસાદમાં અભિનેત્રીનો કરોડોનો સામાન ધોવાઈ ગયો હતો. સની લિયોને તાજેતરમાં એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જ્યારે તે પહેલીવાર કામ માટે મુંબઈ આવી હતી, ત્યારે અહીં આટલો વરસાદ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.’
ઈન્ટરવ્યુમાં સની લિયોને આગળ કહ્યું, ‘તે મુંબઈમાં દરિયાની નજીક રહેતી હતી. ચોમાસામાં ત્યાંની દીવાલોમાંથી પાણી ટપકતું હતું અને ત્યાં રાખેલી ઘણી વસ્તુઓ ભીની થઈ ગઈ હતી. અભિનેત્રીએ આગળ કહ્યું કે તે વરસાદને પસંદ કરે છે, પરંતુ જ્યાં સુધી હું ઘરની અંદર હોઉં ત્યાં સુધી.
આ સમાચાર પણ વાંચો : Paneer Stuffed Bhatura : હવે ઘરે જ બનાવો પનીર ભટુરે અને માણો છોલે સાથે ખાવાની મજા, નોટ કરી લો આ રેસિપી…
મુંબઈમાં વરસાદમાં ધોવાઈ ગઈ સની લિયોનીની મોંઘી કાર
સનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુંબઈના વરસાદમાં તેની ત્રણ કારને નુકસાન થયું છે. તેમાંથી બે વાહનો એક જ દિવસમાં વહી ગયા હતા, જેમાંથી એક 8 સીટર મર્સિડીઝ (Mercedes) હતી. અભિનેત્રીએ કહ્યું, ‘વરસાદમાં મારી મોંઘી કાર ગુમાવ્યા બાદ હું ખૂબ જ દુઃખી થઈ હતી અને ખૂબ રડી હતી, કારણ કે જો તમે વિદેશથી ભારતમાં નિકાસ કરવામાં આવતી કાર ખરીદો છો, તો તમારે તેના પર ઘણો ટેક્સ ચૂકવવો પડશે’.
અભિનેત્રીએ મેડ ઈન ઈન્ડિયા ટ્રક ખરીદ્યો
વધુમાં બોલતા સનીએ કહ્યું કે હવે મને મુંબઈના હવામાનનો વધુ સારો ખ્યાલ આવી ગયો છે. મને એ પણ સમજાયું કે વસ્તુઓ ખોવાઈ જાય કે ક્ષતિગ્રસ્ત થાય તેના કરતાં કોઈને દુઃખ ન પહોંચે તે વધુ મહત્ત્વનું છે. અભિનેત્રીએ કહ્યું કે હવે હું પહેલા કરતા વધુ સ્માર્ટ થઈ ગઈ છું. આ સાથે મેં મેડ ઈન ઈન્ડિયા ટ્રક પણ ખરીદ્યો છે.