News Continuous Bureau | Mumbai
Paneer Stuffed Bhatura : વરસાદની સિઝનમાં વીકએન્ડ પર કંઈક ખાસ ફૂડ તૈયાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં છોલે ભટુરેથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. તમે રવિવારે બપોરના ભોજનમાં છોલે-ભટુરાનો આનંદ માણી શકો છો. આજે, અમે તમારા માટે પનીર ભટુરેની રેસીપી લાવ્યા છીએ, જેનો સ્વાદ તમને ગમશે અને તમે નીચે આપેલ રેસીપી દ્વારા તેને સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે-
પનીર ભટુરે સામગ્રી:
મેંદો – 250 ગ્રામ
મીઠું – 1/2 ચમચી
બારીક સુજી – 1.5 ચમચી
દહીં – 1.5 ચમચી
ખાવાનો સોડા – 1/4 ચમચી
બેકિંગ પાવડર – 1/4 ચમચી
હૂંફાળું પાણી – 2-3 ચમચી + 1 ચમચી ખાંડ
તેલ – 1 ચમચી
સ્ટફિંગ માટે
પનીર – 1 વાટકી
કોથમીર 1 ચમચી
લીલું મરચું 1
મીઠું અને મરી સ્વાદ મુજબ
આ સમાચાર પણ વાંચો : Russia launches Luna 25: રશિયાની પણ હવે ચંદ્રમાં પર પહોંચવાની હોડ…47 વર્ષ બાદ તેનુ ચંદ્ર મિશન ‘લૂના 25’ કર્યું લોન્ચ….જાણો ચંદ્રયાન-3થી છે કેટલું અલગ?
પનીર ભટુરે બનાવવાની રીત:
પનીર ભટુરે બનાવવા માટે પહેલા પનીરને છીણી લો અને પ્લેટમાં કાઢી લો. હવે છીણેલા પનીરમાં બારીક સમારેલી કોથમીર અને લીલા મરચાં ઉમેરો. પનીર તૈયાર કર્યા પછી, ભટુરે માટે કણક તૈયાર કરો.
ભટુરે કણક માટે 1 વાટકી મેંદો ચાળી લો. હવે સામગ્રી પ્રમાણે બેકિંગ પાવડર, ખાંડ, ખાવાનો સોડા, દહીં, મીઠું અને સુજી ઉમેરીને હાથ વડે બરાબર મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી હુંફાળા પાણીની મદદથી લોટ બાંધો. આ લોટને થોડો ઢીલો રાખો. આ પછી કણકની ઉપર તેલ લગાવીને 20-25 મિનિટ ઢાંકીને રાખો.
કણક બરાબર સેટ થઈ જાય એટલે તેના લુવા બનાવીને રાખો. બધા લુવામાં પનીરનું થોડું સ્ટફિંગ ભરો. હવે તેલની મદદથી લુવાને ગોળાકારમાં વણી લો. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને ભટુરાને એક પછી એક, બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે ભટુરા, ગરમાં ગરમ છોલે સાથે પીરસો..