News Continuous Bureau | Mumbai
Railway News: રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કુડાલ વચ્ચે ગણપતિ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ ખાસ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે-
ટ્રેન નંબર 09412/09411 અમદાવાદ-કુડાલ સાપ્તાહિક સ્પેશ્યલ [કુલ 6 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09412 અમદાવાદ-કુડાલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થી 12, 19 અને 26 સપ્ટેમ્બર 2023 (મંગળવાર) ના રોજ અમદાવાદ થી 09.30 કલાકે ઉપડીને બીજા દિવસે 04.10 કલાકે કુડાલ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09411 કુડાલ – અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન કુડાલથી 13, 20 અને 27 (બુધવાર) ના રોજ કુડાલ થી 06.30 કલાકે ઉપડીને બીજા દિવસે 03.30 કલાકે અમદાવાદ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Onion Price Hike: તહેવારોની સિઝનમાં હવે નહિ રડાવે ડુંગળી, સરકારે ઉઠાવ્યું આ મોટું પગલું, ભાવ રહેશે નિયંત્રણમાં..
બંને દિશામાં ટ્રેન આ સ્ટેશનો પર રોકાશે
આ ટ્રેન માર્ગ માં બન્ને દિશાઓ માં વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સાવરડા, આરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડવલી, વિલવડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નંદગાંવ રોડ, કણકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09412 માટે બુકિંગ 12 ઓગસ્ટ, 2023 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનો ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે..