ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ગઈકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સૌ માતાજીના ભક્તો માતાજીની આરાધનામાં મગ્ન થઈ ગયા છે ત્યારે આ વર્ષે નવરાત્રીના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હૃષીકેશમાં હતાં.
જોકે નવરાત્રી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપવાસ રાખતા હોય છે. તેમણે માતાજીની પૂજા કરતા હોય એવો ફોટો પણ સોશિયલ મીડિયા પર શૅર કરીને લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.
નવાબ સૈફ અલી ખાનને મમ્મી શર્મિલા ટાગોર પટૌડી મિલકતનો હિસ્સો નથી આપતી; સૈફે કર્યો ખુલાસો
પીએમ મોદી છેલ્લાં 42 વર્ષથી નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે. તેઓ આ દરમિયાન ક્યાંય પણ હોય પોતાના ઉપવાસ તોડતા નથી. ગત લોકસભા ચૂંટણી વખતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેમણે 13 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને 23 રેલીઓનું સંબોધન કર્યું હતું.
ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે અને સાંજે એક વખત ફ્રૂટ ખાય છે. જોકે આ નવ દિવસ દરમિયાન તેઓ પહેલાંની જેમ જ કામ કરે છે. તેમની દિનચર્યામાં ખાસ બદલાવ નથી હોતો.
તેઓ આ દિવસોમાં પણ પરિશ્રમ કરવામાં કચાશ રાખતા નથી.