Site icon

Gaganyaan Mission : પ્રધાનમંત્રીએ ગગનયાન મિશનની તૈયારીની સમીક્ષા કરી..

Gaganyaan Mission : વર્ષ 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. 2040 સુધીમાં ભારત મનુષ્યને ચંદ્ર પર મોકલશે. ભારત શુક્ર અને મંગળ ગ્રહ પર મિશન હાથ ધરશે

Prime Minister reviewed preparations for Gaganyaan mission

Prime Minister reviewed preparations for Gaganyaan mission

News Continuous Bureau | Mumbai 

Gaganyaan Mission : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(Pm Modi) ભારતના(India) ગગનયાન મિશનની પ્રગતિનું(progress) મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધનના પ્રયાસોના ભવિષ્યની(future) રૂપરેખા તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

Join Our WhatsApp Community

અવકાશ વિભાગે ગગનયાન મિશનની વિસ્તૃત ઝાંખી પ્રસ્તુત કરી હતી, જેમાં અત્યાર સુધી વિકસાવવામાં આવેલી વિવિધ ટેકનોલોજીઓ જેવી કે માનવ-નિર્ધારિત પ્રક્ષેપણ વાહનો અને સિસ્ટમ લાયકાતનો સમાવેશ થાય છે. એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ (HRLV)ના 3 અનક્રૂડ મિશન સહિત આશરે 20 જેટલા મોટા પરીક્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રૂ એસ્કેપ સિસ્ટમ ટેસ્ટ વ્હીકલની પ્રથમ નિદર્શન ઉડાન 21 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. આ બેઠકમાં મિશનની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને 2025માં તેની શરૂઆતની પુષ્ટિ કરવામાં આવી હતી.

તાજેતરમાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ1 મિશન સહિત ભારતીય અવકાશ પહેલોની સફળતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ સૂચના આપી હતી કે, ભારતે હવે નવા અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કરવા પડશે, જેમાં વર્ષ 2035 સુધીમાં ‘ભારતીય અંતરીક્ષા સ્ટેશન’ (ભારતીય અંતરિક્ષ સ્ટેશન)ની સ્થાપના અને વર્ષ 2040 સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે 18 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

આ વિઝનને સાકાર કરવા અંતરિક્ષ વિભાગ ચંદ્રના સંશોધન માટે એક રોડમેપ તૈયાર કરશે. તેમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (NGLV)નો વિકાસ, નવા લોન્ચ પેડનું નિર્માણ, માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજીની સ્થાપના સામેલ છે.

પ્રધાનમંત્રીએ ભારતીય વૈજ્ઞાનિકોને શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડર સહિત આંતરગ્રહીય અભિયાનો તરફ કામ કરવા પણ અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ભારતની ક્ષમતાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અવકાશ સંશોધનમાં નવી ઊંચાઈઓ સર કરવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.

cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
Exit mobile version