News Continuous Bureau | Mumbai
Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનનાં ( Palestine ) રાષ્ટ્રપતિ ( Preisdent ) મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસ ( Mr. Mahmoud Abbas ) સાથે ટેલિફોન ( Telephone Call ) પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ગાઝામાં ( Gaza ) અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ભારત અને આ વિસ્તાર વચ્ચે પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં ( Israel-Palestine ) મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો.
રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પરિસ્થિતિ અંગેના તેમના મૂલ્યાંકનને શેર કર્યું હતું. તેમણે ભારતનાં સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Multibagger Stock: 25 પૈસાના હતા શેર, પછી પકડી એવી સ્પીડ કે 1 લાખ લગાવનારા બની ગયા કરોડપતિ .. જાણો આ શેરની સંપુર્ણ માહિતી વિગતે..વાંચો અહીં..
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.