News Continuous Bureau | Mumbai
Rozgar Mela: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 30 નવેમ્બર, 2023ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 51,000થી વધુ નિમણૂક પત્રોનું ( appointment letters ) વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે હોદ્દેદારોને પણ સંબોધન કરશે.
દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળો યોજાશે. આ ભરતીઓ ( Recruits ) કેન્દ્ર સરકારના ( Central Govt ) વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે, જે આ પહેલને ટેકો આપે છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે, જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલય સામેલ છે.
રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. રોજગાર મેળો રોજગાર મેળો રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
આ સમાચાર પણ વાંચોઃ Kashi Tamil Sangamam: કાશી તમિલ સંગમમ ફેઝ 2, 17 થી 30 ડિસેમ્બર, 2023 દરમિયાન યોજાશે.
નવા હોદ્દેદારો તેમના નવીન વિચારો અને ભૂમિકા સંબંધિત કુશળતાઓ સાથે અન્ય બાબતો ઉપરાંત દેશના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને મજબૂત કરવાના કાર્યમાં યોગદાન આપશે, જેથી પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે.
નવા સામેલ થયેલા હોદ્દેદારોને આઇજીઓટી કર્મયોગી પોર્ટલના ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં ‘ગમે ત્યાં કોઈ પણ ઉપકરણ’ શીખવાના ફોર્મેટ માટે 800થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.