ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
દેશમાં કોરોનાની રસીની માગને લઈને સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ હેઠળ હવે ખાનગી હૉસ્પિટલો સીધી કંપનીઓ પાસેથી રસી ખરીદી શકશે નહીં. હવે રસી ખરીદવા માટે, તેઓએ કોવિન ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે. આ સાથે કેન્દ્ર સરકારે હવે રસીઓની ખરીદી માટે મર્યાદા નક્કી કરી છે.
સરકારના આ નવા નિયમ મુજબ, કોઈપણ ખાનગી હૉસ્પિટલ પાછલા મહિનાના કોઈપણ એક ચોક્કસ સપ્તાહમાં સરેરાશ વપરાશના મહત્તમ બમણા સ્ટૉકની ખરીદી કરી શકે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કેસરેરાશ ગણતરી માટે હૉસ્પિટલો તેમની પસંદગીના અઠવાડિયાની પસંદગી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત રસીકરણ ડ્રાઇવનો ભાગ બનતી હૉસ્પિટલો માટે પણ નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. હવે આ હૉસ્પિટલમાં ઉપલબ્ધ બેડ પ્રમાણે રસી ફાળવવામાં આવશે.