ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રભારી છે અને તેમણે છ મહિના પહેલા નિર્ણય હતો કે તેઓ પોતે લખનૌ જશે. ત્યાં આવેલા એમના ઘરનું કામ પણ પ્રિયંકાની જરૂરિયાત મુજબ નવીનીકરણ કરવામાં આવ્યું છે, તે મહિનામાં 20 થી 22 દિવસ હવે ઉત્તર પ્રદેશમાં રહેશે અને પોતાની પાર્ટીનો પક્ષ મજબૂત કરશે, એમ કોંગ્રેસ પક્ષના મીડિયા પ્રભારીયે જણાવ્યું છે. કેન્દ્ર સરકારે બુધવારે પ્રિયંકા ગાંધીને તેમના માટે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) કવર પાછું ખેંચ્યા બાદ એક મહિનાની અંદર લૂટિયન્સ સ્થિત ’દિલ્હીમાં તેમનો બંગલો ખાલી કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે ગયા વર્ષે, ગાંધી જયંતિમાં ભાગ લેવા દરમ્યાન 2 ઓક્ટોબરે લખનઉની તેમની મુલાકાત દરમિયાન, પ્રિયંકા ગાંધીએ આ ઘરની મુલાકાત લીધી હતી અને ત્યાં થોડો સમય પસાર કર્યો હતો. રીનોવેશન કરાયેલ ઘર હાલ ખાલી પડેલું છે જેનો ઉપયોગ કૌલ પરિવારમાંથી કોઈ નથી કરતું. 2015 માં મૃત્યુ પામેલા શીલા કૌલ, ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ભાભી થતા હતાં.. તેઓ કેન્દ્રીય પ્રધાન અને દિલ્હીના મુખ્ય પ્રધાન રહી ચૂકી હતાં. તેમનું ઘર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથકથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે લખનઉના ગોખલે માર્ગ પર સ્થિત છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે અને કોંગ્રેસના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે તત્કાલીન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની બહેનને લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે જવાબદારી સોંપવામાં આવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com