News Continuous Bureau | Mumbai
Punjab High Court: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ( Punjab and Haryana High Court ) રખડતા કુતરા ( Street Dog ) ના કરડવા સાથે જોડાયેલી ઘટનાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે મંગળવારે ડોગબાઈટ ( Dog Bite ) એટલે કે કુતરાના કરડવાથી વળતર ( Compensation ) આપવાનું નક્કી કર્યું છે. બેન્ચે કહ્યું કે, જો કુતરુ કરડવાથી દાંતના નિશાન દેખાય તો, પીડિતને 10,000 રૂપિયા પ્રતિ બાઈટના નિશાન પર વળતર મળશે. આ ઉપરાંત જો કુતરાના કરડવાથી સ્કીન પર ઘા થાય છે અથવા માંસ નીકળી જાય છે તો પ્રતિ 0.2 સેન્ટીમીટર ઘા માટે ન્યૂનતમ 20,000 રૂપિયા વળતર આપવામાં આવશે.
હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને કુતરા કરડવાની ઘટનામાં વળતર આપવાના આદેશ આપ્યા છે. હાઈકોર્ટના આ નિર્મય બાદ 193 અરજીઓનું નિવારણ કર્યું છે. પંજાબ અને હરિયાણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢને આવી રીતે વળતર નક્કી કરવા માટે સંબંધિત જિલ્લા અધિકારીઓની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવાનો પણ આદેશ આપી દીધો છે.
હાઈકોર્ટ આવારા, જંગલી જાનવરો અચાનક વાહન સામે આવવાથી ઈજા અથવા મોતના કારણે થનારી ઘટનાઓ અને દુર્ઘટનાઓ માટે પીડિતો અથવા તેમના પરિવારના સભ્યોને વળતર સંબંધિત અરજી પર સુનાવણી થઈ રહી હતી.
ચાર મહિનામાં વળતર આપવામાં આવશે…
જસ્ટિસ વિનોદ એસ ભારદ્વાજની ખંડપીઠે જણાવ્યું હતું કે ‘જરૂરી દસ્તાવેજો સાથે દાવો દાખલ કર્યાની તારીખથી ચાર મહિનાની અંદર સમિતિઓ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય વળતર ચૂકવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર રહેશે અને રાજ્યની કસૂરવાર એજન્સીઓ/સહાયકો અથવા ખાનગી વ્યક્તિઓ પાસેથી તે વસૂલ કરવાનો અધિકાર ધરાવે છે, જો કોઈ હોય તો.’
ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. જો આના પર અંકુશ નહીં આવે તો કેસ વધુ વધશે. તેથી હવે રાજ્ય સરકારે તેની જવાબદારી લેવી જોઈએ. કોર્ટે સરકારને આ માટે માર્ગદર્શિકા બનાવવાનો આદેશ પણ આપ્યો છે.