News Continuous Bureau | Mumbai
Railway News : હોશિયારપુરમાં રેલવેની મોટી બેદરકારી જોવા મળી. અહીં જમ્મુ-કાશ્મીરના કઠુઆથી માલસામાન ટ્રેન (14806R) ડ્રાઇવર-ગાર્ડ વિના પંજાબ પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુડ્સ ટ્રેન લગભગ 78 કિલોમીટર સુધી ડ્રાઈવર કે ગાર્ડ વિના દોડતી રહી. હોશિયારપુરના ઉંચી બસ્સી રેલ્વે સ્ટેશન પર લાકડાના સ્ટોપર મૂકીને તેને અટકાવવામાં આવ્યું હતું. ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તપાસના આદેશ આપ્યા છે.
આ રીતે રોકવામાં આવી માલગાડી
જણાવવામાં આવી રહ્યું છે કે કઠુઆથી સ્પીડ વધ્યા બાદ 53 વેગનની ડબલ એન્જિન માલગાડીને લગભગ બે કલાક સુધી ટ્રેક પર બેલગામ દોડતી રહી અને લગભગ 78 કિલોમીટર દૂર પંજાબના હોશિયારપુરમાં ઉંચા બસીમાં ટ્રેક પર પથ્થર અને લાકડાના બ્લોક્સ મૂકીને તેને અટકાવી દેવામાં આવી.. આ ઘટના બાદ રેલવે દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાએ વધુ સવાલો ઉભા કર્યા છે.
ડીઆરએમએ 6 લોકોને સસ્પેન્ડ કર્યા
સાંજે લગભગ 7.10 કલાકે માલગાડીએ આગળ વધવાનું શરૂ કર્યું હતું. અગાઉ રેલવે સ્ટાફે ટ્રેન રોકીને માલગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઢાળના કારણે માલગાડીએ ઝડપ મેળવી હતી. ત્યારબાદ રેલ્વે સ્ટાફે તાકીદે આગળના તમામ સ્ટેશનોને એલર્ટ કરી રેલ્વે ક્રોસીંગ બંધ કરાવ્યા હતા.
BIG BREAKING
Under Narendra Modi advanced technology being put to use creating new breakthrough in Indian railways
😎😂A goods train ran 78 KM without a driver from Kathua in Jammu and Kashmir to Hoshiarpur, Punjab.
Finally it was stopped by installing wooden stoppers. pic.twitter.com/fQmO2E1ynA
— Ravinder Kapur. (@RavinderKapur2) February 25, 2024
ઢાળને કારણે માલગાડીએ ઝડપ મેળવી હતી
ડીઆરએમ સંજય સાહુએ જણાવ્યું કે કઠુઆ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર, પોઈન્ટ મેઈન એન્જિનના લોકો પાઈલટ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટ અને કઠુઆ સ્ટેશનના ટ્રાફિક ઈન્સ્પેક્ટર અને લોકલ ઈન્સ્પેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે વંદે ભારત સહિત અડધો ડઝન જેટલી ટ્રેનો મોડી પડી હતી. સદ્નસીબે એ ટ્રેક પર કોઈ ટ્રેન નહોતી, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)