News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર(jabalpur) ડિવિઝનના ઈટારસી-ભોપાલ(bhopal) સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે સોમનાથ(somnath)-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ડાયવર્ટ કરેલ ટ્રેનો
1. 23, 24 અને 25 ઓગસ્ટ, 2023ના રોજ સોમનાથથી ઉપડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે ભોપાલ – બીના જં. – કટની મુરવારા – જબલપુર થઈને ચાલશે.
2. 23, 24, 26 અને 27 ઓગસ્ટ, 2023 ના રોજ જબલપુરથી ઉપડતી ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ જબલપુર – ઈટારસી – ભોપાલને બદલે જબલપુર – કટની મુરવારા – બીના જંશન – ભોપાલ થઈને ચાલશે.
આ સમાચાર પણ વાંચો : Hair Fall : વાળ ખરતા બંધ થઈ જશે, રસોડાની આ વસ્તુઓ કરશે હેર ફોલ કંટ્રોલ, ખુબ જ કામની છે ટિપ્સ..