News Continuous Bureau | Mumbai
Rajasthan: આ દિવસોમાં દેશમાં ભારે ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જોધપુર, બિકાનેર, જયપુર, ભરતપુર અને કોટા વિભાગમાં ઘણી જગ્યાએ ગરમીનું મોજું નોંધાયું છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાંથી એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે ચોંકી જશો.
Rajasthan: BSF જવાને રેતી માં પાપડ શેકયા પાપડ
બીકાનેરમાં BSF જવાનનો રેતી માં પાપડ શેકતા હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે બિકાનેરમાં કેવી ગરમી પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં આપણા સૈનિકો આપણા દેશની સરહદોની સુરક્ષામાં લાગેલા છે. એક તરફ લોકો ગરમીથી રાહત મેળવવા એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે, તો બીજી તરફ દેશની સરહદો પર તૈનાત આપણા જવાનો આ કાળઝાળ ગરમીમાં દિવસ-રાત સતર્ક છે, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ.
Rajasthan: જુઓ વિડીયો
Temprature soars to 47° in Bikaner, Rajasthan. The sand along International Border feels like a furnace, but our troopers serving motherland stand strong. Video showing a BSF Jawan roasting a papad in bikaner’s sand goes viral. 🫡 🇮🇳 pic.twitter.com/GVDz4vmwmH
— PRIYANKA 🇮🇳 (Modi Ka Parivar) (@PriyankaJRathod) May 22, 2024
Rajasthan: આસામના સીએમએ વીડિયો શેર કર્યો છે
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ આ વીડિયો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આ વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું, ‘રાજસ્થાનના રણનો આ વીડિયો જોઈને મારા મનમાં આપણા સૈનિકો પ્રત્યે અપાર સન્માન અને કૃતજ્ઞતાની લાગણી જન્મી છે, જેઓ આવા અસાધારણ સંજોગોમાં પણ આપણને સુરક્ષિત રાખે છે.’
આ સમાચાર પણ વાંચો: Pune Porsche Crash: પોર્શ કાર અકસ્માત બાદ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં, ગેરકાયદેસર પબ પર ચલાવ્યું બુલડોઝર; જુઓ વિડીયો
અહેવાલો મુજબ વાયરલ વીડિયો પાકિસ્તાન સરહદે બિકાનેરના ખાજુવાલાનો હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યનું સૌથી ગરમ શહેર બિકાનેર છે. કાળઝાળ ગરમીમાં પણ સૈનિકો રેતાળ રણમાં દેશની રક્ષા માટે અડગ ઉભા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)