News Continuous Bureau | Mumbai
Ram Mandir Leakage : દેવભૂમિ અયોધ્યામાં આશરે 500 વર્ષના સંઘર્ષ બાદ રામલલાનું મંદિર સુખદ પરિણામ તરીકે ઊભું છે. તેમના ભવ્ય મંદિરમાં ભગવાનના દર્શન કરવા લાખો ભક્તો અહીં આવી રહ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટનને 6 મહિના પણ નથી વીતયા. હજુ ગત 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે ચોમાસા પૂર્વેના પ્રથમ વરસાદમાં રામ મંદિરના છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. આ અમે નહીં… પરંતુ રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ આ દાવો કરી રહ્યા છે.
“पहली ही बारिश में पानी चूने लगा है। अंदर पानी भर गया है। बारिश का पानी निकलने की जगह भी नहीं है”
:अयोध्या राम मंदिर के मुख्य पुजारी सत्येंद्र दास जी pic.twitter.com/P7Q9q39rQT
— Srinivas BV (@srinivasiyc) June 24, 2024
Ram Mandir Leakage : વરસાદનું પાણી ટપકી રહ્યું છે
મીડિયા રિપોર્ટ મુજબ રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર, ભગવાન રામના ભવ્ય મંદિરના ગર્ભગૃહની છત ભૂતકાળમાં ટપકતી હતી, જેની મરમ્મત કરવામાં આવી હતી, પરંતુ હવે ચોમાસા પહેલાના પહેલા વરસાદમાં જ ભગવાનના મંદિરની સામે પૂજારીના બેસવાની જગ્યા અને જ્યાં લોકો VIP દર્શન માટે આવે છે ત્યાં વરસાદનું પાણી ટપકી રહ્યું છે. જે સામાન્ય કરતા વધારે છે, તેને કાઢવામાં સખત મહેનત કરવામાં આવી હતી.. સાથે જ તેમણે આ પવિત્ર સ્થળની પવિત્રતા અને માળખાકીય અખંડિતતા જાળવવા તાત્કાલિક સમારકામની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : 18th Parliament Session 2024: કોણ બનશે લોકસભાના નવા સ્પીકર? NDA કાલે કરશે લોકસભા સ્પીકર ઉમેદવારની જાહેરાત; તૂટી શકે છે આ પરંપરા..
Ram Mandir Leakage : મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025માં પૂર્ણ થશે
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેમાંથી પાણી બહાર આવવાનો કોઈ રસ્તો નથી, ઉપરથી છત ટપકવા લાગી છે. તેમણે કહ્યું કે આ સમસ્યા બહુ મોટી છે, પહેલા આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. જો એક-બે દિવસમાં વ્યવસ્થા નહીં કરવામાં આવે તો દર્શન અને પૂજાની વ્યવસ્થા બંધ કરવી પડશે. મંદિરના નિર્માણને લઈને તેમણે કહ્યું કે જો એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025માં પૂર્ણ થઈ જશે તો તે સારી વાત છે, પરંતુ તે અશક્ય છે કારણ કે હજુ ઘણું નિર્માણ કરવાનું બાકી છે.
પૂજારીએ એમ પણ કહ્યું છે કે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટે પણ ધ્યાન આપવું જોઈએ કે મંદિરોમાંથી પાણી કેમ ટપકતું હોય છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. રામ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ આ મામલો વધુ જોર પકડી રહ્યો છે.
Ram Mandir Leakage :બંસી પહાડપુરના પથ્થરોથી બનાવવામાં આવ્યું છે ભવ્ય મંદિર
તમને જણાવી દઈએ કે રામલલાનું ભવ્ય મંદિર બંસી પહાડપુરના પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. નિર્માણ કાર્ય ટાટા કન્સલ્ટન્સી અને એલએનટી કંપની દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં દેશના નામાંકિત ઇજનેરોએ ફાળો આપ્યો છે અને પ્રિ-મોન્સુનના પહેલા વરસાદે રામ મંદિરના નિર્માણમાં રોકાયેલી એક્ઝિક્યુટીંગ એજન્સીઓની મોટી બેદરકારી છતી કરી છે.