ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
નાગાલેન્ડમાં ફાયરિંગ પર આજે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યુ છે.
ગૃહમંત્રીએ લોકસભામાં કહ્યુ કે, શંકાસ્પદોની આશંકામાં ફાયરિંગ થયું છે.
સાથે એમ પણ કહ્યું કે નાગાલેન્ડની ઘટનાની વિસ્તૃત તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેને એક મહિનાની અંદર તપાસ પૂરી કરવાનું કહ્યું છે.
આ ઉપરાંત તમામ એજન્સીઓને તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં વિદ્રોહીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવા સમયે આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય
સેનાને નાગાલેન્ડના ઓટિંગ, સોમમાં ઉગ્રવાદીઓની હિલચાલની માહિતી મળી હતી. તેના આધારે 21 કમાન્ડોએ શંકાસ્પદ વિસ્તારમાં ઓચિંતો હુમલો કર્યો હતો.
વાહનમાં સવાર 8 લોકોમાંથી 6ના મોત થયા હતા. જોકે પાછળથી જાણવા મળ્યું કે તે ખોટી ઓળખનો કેસ હતો.
ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડના મોન જિલ્લામાં 24 કલાકની અંદર એક નિષ્ફળ ઉગ્રવાદ વિરોધી અભિયાન અને જવાબી હિંસામાં સુરક્ષા દળોની ગોળીબારીમાં ઓછામાં ઓછા 14 સામાન્ય નાગરિકો અને એક સૈનિકનું મોત થયુ છે.
ઇસ્લામ છોડી આજે હિન્દૂ બન્યા વસીમ રીઝવી, હવે આ નામે ઓળખાશે; જાણો વિગતે