News Continuous Bureau | Mumbai
- ભારતની નવીકરણીય ઉર્જા ક્ષમતામાં વાર્ષિક 15.84%નો વધારો નોંધાયો
- કુલ નવીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતા 209.44 ગીગાવોટ સુધી પહોંચી
Renewable energy: રેકોર્ડ ક્ષમતામાં વધારો
ડિસેમ્બર 2024 સુધીમાં, ભારતની કુલ અક્ષય ઊર્જા સ્થાપિત ક્ષમતા 209.44 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે ડિસેમ્બર 2023માં 180.80 ગીગાવોટની તુલનામાં 15.84%ના પ્રભાવશાળી વધારાને દર્શાવે છે. 2024 દરમિયાન કુલ ક્ષમતા 28.64 ગીગાવોટ હતી, જે 2023માં ઉમેરાયેલા 13.05 ગીગાવોટની સરખામણીમાં 119.46%નો મહત્વપૂર્ણ વાર્ષિક ધોરણે નોંધપાત્ર વધારો દર્શાવે છે.
Renewable energy: સૌર અને પવન ઉર્જામાં ઉછાળો
2024માં સૌર ઉર્જાએ 24.51 ગીગાવોટના વધારા સાથે આ વૃદ્ધિનું નેતૃત્વ કર્યું, જે 2023માં 73.32 ગીગાવોટથી 2024માં 97.86 ગીગાવોટ સુધીની સંચિત સ્થાપિત ક્ષમતામા 33.47%નો વધારો દર્શાવે છે. પવન ઉર્જાએ પણ આ વિસ્તરણમાં ફાળો આપ્યો, 2024માં વધારાના 3.42 ગીગાવોટ સ્થાપિત કરવાની સાથે કુલ પવન ક્ષમતા 48.16 ગીગાવોટ થઈ, જે 2023થી 7.64%ની વૃદ્ધિ દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો: Mission Mausam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે… સાથે IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે
Renewable energy: બાયોએનર્જી અને સ્મોલ હાઇડ્રો પાવરમાં વૃદ્ધિ
બાયોએનર્જીએ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે, તેની સ્થાપિત ક્ષમતા ડિસેમ્બર 2023માં 10.84 ગીગાવોટથી વધીને ડિસેમ્બર 2024માં 11.35 ગીગાવોટ થઈ છે, જે 4.70%નો વધારો દર્શાવે છે. નાના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સમાં વૃદ્ધિ જોવા મળી છે, જેમાં સ્થાપિત ક્ષમતા 2023માં 4.99 ગીગાવોટથી વધીને 2024માં 5.10 ગીગાવોટ થઈ છે, જે 2.20%નો વધારો દર્શાવે છે.
કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીના નેતૃત્વ હેઠળ MNRE પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જાના વિઝનને પ્રાપ્ત કરવા માટે વિવિધ મુખ્ય પહેલ કરી રહ્યું છે, જે ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવતી વખતે પોતાની જળવાયુ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રભાવશાળી આંકડા ભારતમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વધારવા માટે ભારત સરકારના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.