News Continuous Bureau | Mumbai
- વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, યોજનાઓનાં લાભાર્થીઓ, સ્વ સહાય જૂથની બહેનોને પણ દિલ્લી જશે
પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટમાં સારું પ્રદર્શન કરનારા વ્યક્તિઓ, ગ્રામિણ વિકાસ માટે મહત્વનો ફાળો આપવા બદલ સ્વ સહાય જૂથની બહેનો, શ્રેષ્ઠ પાણી સમિતિ, વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપનારા, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શ્રેષ્ઠ પેટન્ટ ધરાવનારા, શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ, હેન્ડલૂમ આર્ટિસન, પુન:પ્રાપ્ય ઉર્જા કાર્યકર, રોડ બનાવનારા કાર્યકરો 03 વાઇબ્રન્ટ વિલેજનાં સરપંચ સહિત અન્ય 22 સરપંચ, પેરા ઓલમ્પિયન વિજેતાઓ, અને પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં નોંધ લીધી એવા વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Medicinal Plants: ઔષધીય છોડના પ્રાયોગિક ઉપયોગ પર તાલીમ સત્ર યોજાયું, CEEએ ઋષિગત જ્ઞાનનો પ્રસાર કરવાનો પ્રયત્ન કર્યો.
અમરભાઈ ચૌધરી, સરપંચ, સવપુરા ગ્રૂપ પંચાયતઃ (વાઇબ્રન્ટ વિલેજનાં સરપંચ )

Republic Day 2025: દિલ્હી જવાના પોતાના અનુભવ બાબતે વાઈબ્રન્ટ વિલેજના સરપંચ અમરભાઈએ જણાવ્યું હતું કે,” જૂથ પંચાયતમાં કરવામાં આવેલા વિવિધ વિકાસકામોની નોંધ દિલ્હીમાં લેવાશે એવી કલ્પના ન હતી. આ સારા કામ બાબતે દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું છે તે બદલ આનંદ અનુભવું છું અને સરકારનો આભાર માનું છું.”
સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનાં 09 લાભાર્થીઓને પરેડ જોવાની સાથે રાષ્ટ્રપતિને મળવાની તક પણ મળશે. જેમાંથી 08 માછીમારો જામનગરનાં સચાણા ગામનાં રહીશો છે.
આ સમાચાર પણ વાંચો : Namami Gange: નમામિ ગંગે પેવેલિયન ગંગા સંરક્ષણ અને જાગૃતિ માટે ખોલાયું, જ્યાં ડિજિટલ પ્રદર્શનથી સ્વચ્છતા પ્રયાસો રજૂ કરાયા.
બશીરભાઈ, સચાણા ગામ, જામનગરઃ (મત્સ્ય સંપદા યોજનાનાં લાભાર્થી)

Republic Day 2025: 26 જાન્યુઆરીએ દિલ્હી જઈ રહેલા જામનગર જિલ્લાનાં સચાણા ગામનાં 8 માછીમાર ભાઈઓ પૈકી બશીરભાઈએ કહ્યું કે, દિલ્હી જવાનું આ પ્રકારે આમંત્રણ અમારા ગામમાં પ્રથમવાર મળ્યું છે. અમને લોકોને ખુશી છે. જ્યારે અમારી સાથે ગામનાં લોકોને પણ ગર્વ થયો છે. અમે આમંત્રણ આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ.
આ ઉપરાંત પીએમ સૂર્ય ઘર યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ કુસુમ યોજના, પીએમ યશસ્વી યોજના, પીએમ કિસાન યોજના, પીએમ કૃષિ સિંચાઇ યોજના, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF), ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) અને My Bharatનાં સ્વયંસેવકોને પણ પરેડ જોવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah: ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ‘હિન્દુ આધ્યાત્મિક ઔર સેવા મેલા’નું ઉદ્ઘાટન કર્યું, આ મેળામાં યોજાશે વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ..
જામનગરના માછીમારોને પ્રજાસ્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં ઉપસ્થિત રહેવા મળ્યું આમંત્રણ
મુસ્લિમ વસ્તી ધરાવતા સચાણા ગામના 6 માછીમારો જશે દિલ્હી@SpokespersonMoD @MIB_India @PIB_India #Jamnagar #RepublicDayParade2025 https://t.co/zoekUWy1FH
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) January 23, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.