183
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 મે 2021
ગુરુવાર
તાઉતે વાવાઝોડું ફૂંકાવાને પગલે અરબી સમુદ્રમાં મુંબઈના કિનારથી 88 કિલોમીટર દૂર હીરા ઑઇલ ફીલ્ડમાં ડૂબી ગયેલા બાર્જ પી-305માં ફસાઈ ગયેલા લોકોના મૃતદેહ નેવીના હાથે લાગ્યા છે. બુધવારે મોડી રાત બાદ 11 મૃતદેહ INS કોલકતાથી મુંબઈના કિનારા પર લાવવામાં આવ્યા હતા. નેવીના રેસ્ક્યુ ઑપરેશનનો આજે ચોથો દિવસ છે. પંચાવન કલાકથી વધુ સમયથી ચાલી રહેલી બચાવ કામગીરીમાં INS કોચી હજી પણ દરિયામાં કામ કરી રહી છે. હજી સુધી 38 લોકો મળ્યા નથી. ONGCના કહેવા મુજબ બાર્જમાં 263 લોકો સવાર હતા.
બચાવ કામગીરી માટે નેવી પોતાના ટોહી વિમાન પી-81ની મદદ લઈ રહ્યું છે. નેવીના વિમાન અને હેલિકૉપ્ટર 60 કલાકથી પણ વધુ સમયથી દરિયામાં લોકોને શોધવાનું કામ કરી રહી છે.
You Might Be Interested In