RSS: આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી, સ્મારક ટપાલ ટિકિટ સાથે જારી કરી આ વસ્તુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડો. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં આરએસએસના શતાબ્દી સમારોહમાં થયા સામેલ; સંગઠનના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને દર્શાવતી ટપાલ ટિકિટ અને સિક્કો કર્યો જારી; સંઘનું શતાબ્દી વર્ષ આ વિજયાદશમીથી ૨૦૨૬ની વિજયાદશમી સુધી મનાવાશે

by Dr. Mayur Parikh
RSS આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી

News Continuous Bureau | Mumbai
RSS વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને રેખાંકિત કરતી વિશેષરૂપે ડિઝાઈન કરેલી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાને જારી કર્યો. આ વર્ષે વિજયાદશમીથી લઈને ૨૦૨૬ની વિજયાદશમી સુધી સંઘ શતાબ્દી વર્ષ મનાવશે.પીએમ મોદીએ ડો. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું કે આ આપણું સૌભાગ્ય છે કે આપણને સંઘ જેવા સંગઠનનું શતાબ્દી વર્ષ જોવા મળી રહ્યું છે. તેમણે સ્વયંસેવકોને શુભેચ્છાઓ આપી અને સંઘના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

દેશવાસીઓને મહાનવમીની શુભેચ્છાઓ

પીએમ મોદીએ સમારોહ દરમિયાન કહ્યું, “આજે મહાનવમી છે. આજે દેવી સિદ્ધિદાત્રીનો દિવસ છે. હું તમામ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છાઓ આપું છું. કાલે વિજયાદશમીનો મહાપર્વ છે – અન્યાય પર ન્યાયની જીત, અસત્ય પર સત્યની જીત, અંધકાર પર પ્રકાશની જીત છે. વિજયાદશમી ભારતીય સંસ્કૃતિના આ વિચાર અને વિશ્વાસનું કાલજયી ઉદ્ઘોષ છે. આવા મહાન પર્વ પર ૧૦૦ વર્ષ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એ કોઈ સંયોગ ન હતો. આ હજારો વર્ષોથી ચાલી આવતી તે પરંપરાનું પુનરુત્થાન હતું. જેમાં રાષ્ટ્ર ચેતના, સમય સમય પર તે યુગના પડકારોનો સામનો કરવા માટે નવા-નવા અવતારોમાં પ્રગટ થાય છે. આ યુગમાં સંઘ તે જ અનાદિ રાષ્ટ્ર ચેતનાનો પુણ્ય અવતાર છે.”

‘સિક્કાની ઉપર અંકિત સંઘનું બોધ વાક્ય’

તેમણે જણાવ્યું કે સંઘની ૧૦૦ વર્ષની આ ગૌરવમય યાત્રાની સ્મૃતિમાં આજે ભારત સરકારે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મૃતિ સિક્કા જારી કર્યા છે. પીએમએ જારી કરાયેલા સિક્કાની વિશેષતા જણાવતા કહ્યું, “રૂપિયા ૧૦૦ના સિક્કા પર એક બાજુ રાષ્ટ્રીય ચિહ્ન છે અને બીજી બાજુ સિંહ સાથે વરદ-મુદ્રામાં ભારત માતાની ભવ્ય છબી છે. ભારતીય ચલણ પર ભારત માતાની તસવીર સંભવત: સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું છે. આ સિક્કાની ઉપર સંઘનું બોધ વાક્ય પણ અંકિત છે – ‘રાષ્ટ્રાય સ્વાહા, ઇદં રાષ્ટ્રાય ઇદં ન મમ.'”

આ સમાચાર પણ વાંચો: Shahid Afridi: શાહિદ આફ્રિદીનો એશિયા કપ ઇન્ડિયા વિરુદ્ધ પાક પર ખુલાસો,ભારતે હરાવ્યા પછી પણ પ્લાન વિશે કહી દીધું બધું!

‘સંઘે અનેક બલિદાનો આપ્યા, લક્ષ્ય એક જ રહ્યું – એક ભારત, શ્રેષ્ઠ ભારત’

“૧૯૬૩માં આરએસએસના સ્વયંસેવકો પણ ૨૬ જાન્યુઆરીની પરેડમાં સામેલ થયા હતા. તેમણે ખૂબ આન-બાન-શાનથી રાષ્ટ્રભક્તિની ધૂન પર કદમતાલ કર્યો હતો. જે રીતે વિશાળ નદીઓના કિનારે માનવ સભ્યતાઓ પાંગરે છે, તે જ રીતે સંઘના કિનારે પણ અને સંઘની ધારામાં પણ સેંકડો જીવન પુષ્પિત, પલ્લવિત થયા છે. પોતાના ગઠન પછીથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરાટ ઉદ્દેશ્ય લઈને ચાલ્યો. આ ઉદ્દેશ્ય રહ્યો – રાષ્ટ્ર નિર્માણ.”વડાપ્રધાને આગળ કહ્યું, “સંઘ વિશે કહેવાય છે કે તેમાં સામાન્ય લોકો મળીને અસામાન્ય અને અભૂતપૂર્વ કાર્ય કરે છે. વ્યક્તિ નિર્માણની આ સુંદર પ્રક્રિયા આપણે આજે પણ સંઘની શાખાઓમાં જોઈએ છીએ. સંઘ શાખાનું મેદાન એક એવી પ્રેરણા ભૂમિ છે, જ્યાં સ્વયંસેવકની અહં થી વયં સુધીની યાત્રા શરૂ થાય છે. સંઘની શાખાઓ વ્યક્તિ નિર્માણની યજ્ઞ વેદી છે. રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ્ય, વ્યક્તિ નિર્માણનો સ્પષ્ટ માર્ગ, શાખા જેવી સરળ, જીવંત કાર્યપદ્ધતિ. આજ સંઘની સો વર્ષની યાત્રાનો આધાર બન્યા. સંઘે કેટલાય બલિદાન આપ્યા. પરંતુ ભાવ એક જ રહ્યો – રાષ્ટ્ર પ્રથમ… લક્ષ્ય એક જ રહ્યું – ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’.”

Join Our WhatsApp Community

You may also like