ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
ચીન સાથેની સરહદ પર પ્રવર્તતા તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં કાયમી સભ્યપદ માટે રશિયાએ ફરી એકવાર ભારતને ટેકો આપ્યો છે. રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપ્યો છે.
રશિયન વિદેશ પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ભારે તનાવ છે. બંને વચ્ચેની સરહદ પર તણાવ ઓછો કરવાના પ્રયાસો ચાલુ છે.
રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કહ્યું કે 'સંયુક્ત રાષ્ટ્રના સંભવિત સુધારાઓની વાત કરી, યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે ભારત એક મજબૂત ઉમેદવાર છે અને અમે ભારતની ઉમેદવારીને ટેકો આપીએ છીએ'.
રશિયાએ કહ્યું કે "અમને નથી લાગતું કે ભારત અને ચીનને બહારથી કોઈ મદદની જરૂર છે. ખાસ કરીને જ્યારે આ બાબત દેશના પ્રશ્નો સાથે સંબંધિત હોય. તેઓ તેમના પોતાના પ્રશ્નો મળીને હલ કરી શકે છે".
ઉલ્લેખનીય છે કે , ઓસ્ટ્રેલિયાએ પણ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું કાયમી સભ્યપદ મેળવવા માટે ગયા અઠવાડિયે ભારતને પોતાનું સમર્થન આપ્યું છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com