News Continuous Bureau | Mumbai
Sadhguru jaggi Vasudev : ઈશા ફાઉન્ડેશન ( Isha Foundation ) ના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ ( Sadhguru jaggi Vasudev ) ની મગજની સર્જરી ( brain surgery ) થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. જોકે પીડા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચ 2024 ના રોજ મહા શિવરાત્રીની ઉજવણી પણ કરી.
જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
An Update from Sadhguru… https://t.co/ouy3vwypse pic.twitter.com/yg5tYXP1Yo
— Sadhguru (@SadhguruJV) March 20, 2024
સર્જરી પછી પણ તેમની સ્થિતિ સારી
સદગુરુએ મગજની સર્જરી પછી એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે અને કહ્યું કે મગજની સર્જરી પછી પણ તેમની સ્થિતિ સારી છે. 15 માર્ચે જ્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે તેમણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો ( apolo ) હોસ્પિટલ ના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીનો બપોરે 3:45 વાગ્યે ટેલિફોન પર સંપર્ક કર્યો. ડૉ. સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો. તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સદગુરુના મગજની MRI કરવામાં આવી હતી, અને મગજમાં મોટા પ્રમાણમાં હેમરેજ જોવા મળ્યું હતું.
તબિયતમાં થઈ રહ્યો છે સુધારો
ડૉ. વિનીત સૂરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ. ચેટર્જી સહિત ડૉકટરોની ટીમ દ્વારા સદગુરુની સારવાર કરવામાં આવી હતી અને મગજમાં રક્તસ્રાવ દૂર કરવા માટે 17 માર્ચે ઇમરજન્સી બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ સદગુરુને વેન્ટિલેટર ( ventilator ) પરથી દૂર કરવામાં આવ્યા છે.. હાલમાં, સદગુરુની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Earthquake: ભૂકંપનો ડબલ એટેક! મહારાષ્ટ્ર-અરુણાચલ પ્રદેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા