Same Sex Marriage Verdict: સમલૈંગિક વિવાહને લઈને સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો આદેશ, કહ્યું કોર્ટ કાયદો ન બનાવી શકે, સરકાર આપે કાયદાકીય દરજ્જો..જાણો બીજુ શું કહ્યું સુપ્રીમ કોર્ટે..વાંચો વિગતે અહીં..

Same Sex Marriage Verdict: CJI DY ચંદ્રચુડે પહેલા પોતાનો ચુકાદો આપતા ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. CJIએ કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે, CJIએ ગે કપલને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો છે…

by Hiral Meria
Same Sex Marriage Verdict Supreme Court ordered Modi government regarding same-sex marriage, said court cannot make law, government should give legal status..

News Continuous Bureau | Mumbai 

Same Sex Marriage Verdict: CJI DY ચંદ્રચુડે ( DY Chandrachud ) પહેલા પોતાનો ચુકાદો ( Verdict ) આપતા ગે લગ્નને ( Same Sex Marriage ) માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. CJIએ કહ્યું કે આ સંસદના ( Parliament ) અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે, CJIએ ગે કપલને બાળક દત્તક ( Child Adoption ) લેવાનો અધિકાર આપ્યો છે. આ સાથે જ CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો ( Homosexuals ) માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

 સમલૈંગિકતા એ માત્ર શહેરી ખ્યાલ નથી…

CJIના ચુકાદાનો નિષ્કર્ષ

-આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમતી તરફના છે અને કેટલાક અસહમતી તરફના છે.
-આ કોર્ટને કેસની સુનાવણી કરવાનો અધિકાર છે.
-સમલૈંગિકતા એ એક પ્રાકૃતિક ઘટના છે જે ભારતમાં સદીઓથી ચાલતી આવે છે. તે ફક્ત શહેરી વિચારધારા નથી.
-સરકારને નિર્દેશ આપતા જણાવ્યું કે, એક સમિતિની રચના થવી જોઈએ જે સમલૈંગિક યુગલોને રાશન કાર્ડમાં પરિવાર તરીકે સામેલ કરવા, જોઈન્ટ બેંક ખાતા માટે નોમિનેશન, પેન્શન સંબંધિત અધિકારો સુનિશ્ચિત કરવા, ગ્રેચ્યુઈટી વગેરે મુદ્દાઓ પર વિચાર કરી નિયમ તૈયાર કરે.
-બાળક દત્તક લેવા પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે, અપરિણીત યુગલોને દત્તક લેતા અટકાવતી જોગવાઈઓ ન હોવી જોઈએ તે અનુચ્છેદ 15નું ઉલ્લંઘન કરે છે. આ સિવાય તે સમલૈંગિક યુગલો સાથે પણ એક પ્રકારનો ભેદભાવ કરે છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ વિવિધ ધર્મ અને જાતિના લોકોને લગ્ન કરવાની મંજૂરી આપવા માટે બનાવવામાં આવ્યો હતો. સમલૈંગિક લગ્ન માટે તેને રદ્દ કરવું ખોટું હશે. જો આ કાયદા હેઠળ સમલૈંગિક લગ્નને દરજ્જો આપવામાં આવશે, તો તેની અસર અન્ય કાયદાઓને પણ થશે. આ તમામ બાબતો પર સંસદને ધ્યાન આપવું પડશે. સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જો આપવો જોઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે. સુનાવણી દરમિયાન સરકારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : IND vs BAN : ભારત સામે મેચ પહેલા બાંગ્લાદેશની વધી ચિંતા! કેપ્ટન થયો ઈજાગ્રસ્ત, મેચમાં રમવા અંગે સસ્પેન્સ.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર…વાંચો અહીં..

CJI DY ચંદ્રચુડએ કહ્યું કે, શું સમલૈંગિકતા માત્ર એક શહેરી ખ્યાલ છે? તે કહેવું યોગ્ય નથી કે આ માત્ર શહેરી વિસ્તારો પૂરતું મર્યાદિત છે.

સમલૈંગિક લગ્નના મુદ્દા પર ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. આ સાથે જ, આર્ટિકલ 21 હેઠળ સન્માન સાથે જીવન જીવવુંએ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. જ્યારે મૂળભૂત અધિકારોના રક્ષણની વાત આવે છે, ત્યારે સત્તાના વિભાજનનો સિદ્ધાંત કોર્ટના નિર્દેશોના માર્ગમાં ન આવી શકે. કોર્ટ આ મામલે કાયદો બનાવી શકતી નથી, પરંતુ માત્ર તેનું અર્થઘટન અને અમલ કરાવી શકે છે.

આ મામલે સરકારનું વલણ શું છે?

અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક યુગલોને કોઈ કાનૂની અધિકાર (no legal rights)નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા (open a bank account) નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા (legal recognition) મળશે.

સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય (inter-caste marriages) લગ્નોને રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ સમલૈંગિકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણીય બેંચને કહ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે અને સમલૈંગિક યુગલોના અધિકારોના મુદ્દાનો ઉકેલ શોધશે. આ કમિટી આ યુગલોના લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દા પર વિચાર કરશે નહીં. અરજદારો સમસ્યાઓ અંગે તેમના સૂચનો આપી શકે છે. તેમના સૂચનોમાં તે સરકારને કહી શકે છે કે શું પગલાં લેવા જોઈએ. મહેતાએ કહ્યું હતું કે સરકાર આ અંગે સકારાત્મક છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: બોમ્બ ધડાકા રોકવા હમાસનું બ્લેકમેઇલિંગ! બંધક ઈઝરાયલી યુવતીનો વિડીયો જાહેર કર્યો.. જુઓ વિડીયો.. વાંચો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More