News Continuous Bureau | Mumbai
Satellite Toll System: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ( Nitin Gadkari ) શુક્રવારે જાહેરાત કરી હતી કે, દેશમાં ચાલી રહેલી હાલની ટોલ સિસ્ટમ હવે બંધ થઈ જશે અને દેશમાં તેની જગ્યાએ હવે સેટેલાઇટ બેઝેડ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
આ અંગે નીતિન ગડકરીએ નિવેદન આપતા કહ્યું હતું કે, હાલની ટોલ સિસ્ટમ ( Toll System ) બંધ કરવામાં આવી રહી છે. સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન ( Toll Collection ) સિસ્ટમ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર થતી ભીડ ઘટાડવાનો છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં પણ ગડકરીએ આ અંગે કહ્યું હતું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ( GNSS ) શરૂ કરવા જઈ રહ્યું છે.
Satellite Toll System: આ સિસ્ટમ હાલ માત્ર પસંદગીના ટોલ પ્લાઝા પર જ લાગુ થશે..
જો કે, આ સિસ્ટમ હાલ માત્ર પસંદગીના ટોલ પ્લાઝા ( Toll Plaza ) પર જ લાગુ થશે. જેમાં હવેથી સેટેલાઇટ ( Satellite ) દ્વારા ટોલ વસૂલવામાં આવશે. તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમારા દ્વારા કવર કરવામાં આવેલ અંતર અનુસાર જ તમારા પાસેથી શુલ્ક લેવામાં આવશે. ગડકરીએ કહ્યું કે આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.
આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh Kanwar Yatra: યોગી સરકારે કાવડ યાત્રાના રૂટ પરના મુસ્લિમ દુકાનદારોના નામ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા.. જાણો વિગતે.