News Continuous Bureau | Mumbai
ભાજપની ભૂતપૂર્વ પ્રવક્તા(Former BJP spokesperson) નુપુર શર્માની(Nupur Sharma) વિવાદાસ્પદ ટિપ્પણી માટે તેની ઝાટકણી કરીને તેને દેશની માફી માગવા માટે સુપ્રીમ કોર્ટે(Supreme Court) કહ્યું છે. જસ્ટિસ સૂર્યકાન્ત(Justice Suryakant) અને જસ્ટિસ જેબી પારડીવાલાની(Justice JB Pardiwala) આગેવાની હેઠળની બેન્ચના ચુકાદા બાદ જસ્ટિસ પારડીવાલા ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે.
નુપુર શર્માએ કરેલી ધાર્મિક ટિપ્પણીને(Religious comment) કારણે દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ભારે કેન્દ્ર સરકારને(Central Government) ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. નુપુર શર્માને ભાજપે પ્રવક્તા પદ પરથી તો હટાવી દીધી છે પણ તેણે ઊભા કરેલા વિવાદ બાદ તેની સામે કોર્ટમાં અસંખ્ય ફરિયાદો નોંધાઈ છે. જેમાના એક કેસમાં સુપ્રીમ કોર્ટ (SC) એ ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે પ્રોફેટ મુહમ્મદ(Prophet Muhammad) વિશેની તેની ટિપ્પણીઓ ઉદયપુરમાં(Udaipur) નિર્દય હત્યા તરફ દોરી ગઈ હતી. તેણી તેના માટે જવાબદાર હતી અને કહ્યું હતું કે તેઓએ આખા દેશની માફી માંગવી જોઈએ.
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, 'જે રીતે તેણે દેશભરની લાગણીઓને ભડકાવી છે. દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે આ મહિલા એકલી જ જવાબદાર છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી ઝાટકણી- કહ્યું- લોકોની ભાવના દુભાઈ છે- માફી માંગો- જાણો શું છે સમગ્ર મામલો
જસ્ટિસ જેબી પારડીવાલાએ નૂપુર શર્માને ઉદયપુર હેટ ક્રાઇમ(Udaipur Hate Crime) માટે દોષિત ઠેરવતા અગાઉ આરક્ષણ અંગેની તેમની બિનજરૂરી ટિપ્પણીઓ(Unnecessary comment) દૂર કરી હતી.
મિડિયા હાઉસના અહેવાલ મુજબ નુપુર શર્માની ઝાટકણી કરનાર બે જજમાંથી એક જસ્ટિસ જે.બી. પારડીવાલા અગાઉ જ્યારે ગુજરાત હાઈકોર્ટના જજ હતા, ત્યારે તેમણે અનામતને લઈને ટિપ્પણી કરી હતી. તેથી તેમની સામે રાજ્યસભાના સભ્યો દ્વારા મહાભિયોગ કેસ દાખલ કરી ઠરાવની માંગણી કરી હતી. તેથી જસ્ટિસ પારડીવાલાને અનામત પરની તેમની ટિપ્પણીઓ દૂર કરવી પડી હતી.