ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીઓના કથિત ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવામાં ભાજપ કામે લાગ્યું છે. ત્યારે શરદ પવારે ફરી પોતાનો બળાપો ઠાલવ્યો છે.ભાજપે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયું નહીં. સરકારને ઉથલાવવા માટે ઘણી ઓફર કરવામાં આવી હતી, મને પણ ઓફરો મળી હતી, જોકે કોઈ પ્રતિસાદ ન મળવાની નિરાશાને કારણે વેરની રાજનીતિ શરૂ થઈ છે, એમ કહી એનસીપીના અધ્યક્ષ શરદ પવારે આ ધડાકો કર્યો છે.
યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે એનસીપીની બેઠક યોજાઈ ત્યારે શરદ પવારે ભાજપ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામનો સીધો ઉલ્લેખ કર્યા વગર કેન્દ્રમાં 'નંબર 1' અને 'નંબર 2' આ બન્ને એનસીપીના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. અજીત પવાર અને અમારા પરિવારના સભ્યોના ઘરો પર દરોડા એનો જ એક ભાગ છે. પછીના વર્ષોમાં, આવી છાપે મારી વધવાની શક્યતા છે. ભલે કોઈ ગમે તેટલો ટાર્ગેટ રાખે, ગભરાવાનું કોઈ કારણ નથી, અમે પૂરી તાકાતથી લડીશું, એમ શરદ પવારે જણાવ્યું હતું.