News Continuous Bureau | MumbaiNews Continuous Bureau | Mumbai
Shashi Tharoor કેરળ લેજિસ્લેટિવ એસેમ્બલી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં બોલતા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વ્યક્તિત્વ અને તેમની નીતિઓ પર ખુલીને ચર્ચા કરી હતી. થરૂરે કહ્યું કે તેઓ નહેરુના દ્રષ્ટિકોણ અને સમજણના પ્રશંસક છે અને તેમનું ઘણું સન્માન કરે છે, પરંતુ તેમની દરેક નીતિનું સમર્થન કરતા નથી.
‘બલિનો બકરો’ બની ગયા છે નહેરુ
થરૂરે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “વર્તમાન સરકાર નહેરુ વિરોધી છે અને દરેક નાની-મોટી બાબત માટે તેમને જવાબદાર ઠેરવે છે. નહેરુ હવે બલિનો બકરો બની ગયા છે. કેટલીક બાબતોમાં તેમની ટીકા સમજાય તેવી છે, કારણ કે તે સમયે નિર્ણયો તેમણે લીધા હતા, પરંતુ દરેક વાતમાં તેમને જવાબદાર ઠેરવવા તે ખોટું છે.”
1962ના યુદ્ધમાં હાર અને નહેરુની ભૂલ
થરૂરે સ્વીકાર્યું હતું કે 1962ના ભારત-ચીન યુદ્ધમાં ભારતની જે હાર થઈ હતી, તેમાં નહેરુ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો જવાબદાર હોઈ શકે છે. તેમણે કહ્યું કે નહેરુની ભૂલોને સ્વીકારવી આવશ્યક છે, પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે દેશમાં લોકશાહીનો પાયો નહેરુએ જ નાખ્યો હતો.
લોકશાહીની સ્થાપનામાં અમૂલ્ય ફાળો
શશિ થરૂરે વધુમાં ઉમેર્યું હતું કે, “હું જવાહરલાલ નહેરુનો ફેન છું, પણ અંધભક્ત નથી. તેમણે એવા અનેક કામો કર્યા છે જેના માટે તેમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ નહેરુ જ હતા જેમણે ભારતમાં લોકશાહી સ્થાપિત કરી. હું એમ નહીં કહું કે ભાજપ સરકાર લોકશાહી વિરોધી છે, પરંતુ તેઓ ચોક્કસપણે નહેરુ વિરોધી છે.”
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
ભાજપના અભિગમ પર ટીકા
થરૂરે કહ્યું કે ભાજપ સરકાર ગમે તે મુદ્દો હોય, નહેરુના નામે દોષનો ટોપલો ઢોળે છે. તેમની નીતિઓની 100 ટકા પ્રશંસા કરવાને બદલે તાર્કિક રીતે તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. નહેરુના યોગદાન અને તેમની નબળાઈઓ બંને પર સંતુલિત રીતે વાત થવી જોઈએ.