ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
પેગાસસ જાસૂસી રાજ્યસભામાં વિરોધ પ્રદર્શન કરતી વખતે અનુચિત વ્યવહાર કરવા બદલ ટીએમસીના છ સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેમને આજના દિવસ માટે ગૃહની બહાર જવાનો આદેશ કરાયો છે. ડોલા સેન, નદીમુલ હક, અબીર રંજન બિસ્વાસ, શાંતા છેત્રી, અર્પિતા ઘોષ, મૌસમ નૂર આ છ સાંસદો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સંસદની કાર્યવાહી દરમિયાન આ સાંસદોએ પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા અને પેગાસસ જાસૂસી પર ચર્ચા કરવાની માગ સાથે હોબાળો કર્યો હતો.
સ્પીકર વેંકૈયા નાયડુએ તેમને ફરી પોતાની જગ્યા પર જવા સૂચવ્યું હતું, પરંતુ આ સાંસદોએ વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખ્યું હતું. ત્યાર બાદ સ્પીકરે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે સ્પીકરે સદનના નિયમ 255 હેઠળ આ કાર્યવાહી કરી છે.
IND vs PAK: આવી ગઈ T20 વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચેની મેચની તારીખ, આ દિવસે એકબીજા સાથે ટકરાશે!