ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
દસમા ધોરણનું પરિણામ 15 જુલાઈ સુધીમાં આવવાની ધારણા છે. રાજ્ય શિક્ષણ બોર્ડનાં સૂત્રોના એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર, મુંબઈ વિભાગીય બોર્ડ સહિત રાજ્યની ૯૬ ટકા શાળાઓએ આંતરિક આકારણી પૂર્ણ કરી લીધી છે અને જો આગામી બે દિવસમાં 100 ટકા શાળાઓની આંતરિક આકારણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો 15 જુલાઈ સુધીમાં પરિણામો જાહેર થઈ શકે છે.
પહેલી જુલાઈ સુધીમાં રાજ્યની ૯૬ ટકા અને મુંબઈ વિભાગની 93 ટકા શાળાઓનું આંતરિક આકારણી પૂર્ણ થયું હતું. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આંતરિક આકારણીના ગુણ અપલોડ કરવા માટે 30 જૂનની સમયમર્યાદા આપવામાં આવી હતી. જોકેકેટલીક તકનિકી મુશ્કેલીઓને કારણે શાળા વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરી શકી ન હતી.
મોટા સમાચાર : મુંબઈના તમામ વેપારીઓ હવે એમએસએમઈમાં સામેલ થઈ શકશે; કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે આવી શાળાઓને ગુણ અપલોડ કરવા માટે મુદત વધારી આપવામાં આવી છે. તમામ શાળાના અપલોડ પૂર્ણ થયા પછી 15 અને 20 જુલાઈની વચ્ચે દસમા ધોરણનાં પરિણામો જાહેર થવાની સંભાવના છે.