News Continuous Bureau | Mumbai
Sonamarg Avalanche: સોનમર્ગના હોટેલ વિસ્તારમાં અચાનક પહાડો પરથી વિશાળ માત્રામાં બરફ નીચે તરફ સરકવા લાગ્યો હતો. જોતજોતામાં બરફના સફેદ વાદળોએ આખા વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો હતો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
સીસીટીવીમાં થયું કેદ
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે પહાડો પરથી બરફનો વિશાળ જથ્થો નીચેની તરફ ધસી રહ્યો છે. માત્ર થોડી જ સેકન્ડોમાં આખા વિસ્તારમાં ધુમ્મસ જેવો બરફનો ગુબાર છવાઈ ગયો હતો. આ એવલાન્ચ હોટેલ ઝોન પાસે થયો હતો, જેનાથી પ્રવાસીઓમાં ડર ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે બરફનો જથ્થો હોટેલ પરિસરથી થોડે દૂર જ અટકી ગયો હતો, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.
કેમ સર્જાઈ આ સ્થિતિ?
કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અને રેકોર્ડબ્રેક બરફવર્ષા થઈ રહી છે. સોનમર્ગના ઊંચાઈવાળા વિસ્તારોમાં અંદાજે ૬ ફૂટ જેટલો બરફ જમા થઈ ચૂક્યો છે. બરફના આટલા મોટા જથ્થાને કારણે પહાડી ઢોળાવ પર દબાણ વધ્યું છે. નિષ્ણાતોના મતે, તાપમાનમાં સામાન્ય ફેરફાર અથવા તેજ પવન પણ આવા હિમસ્ખલનને ટ્રિગર કરી શકે છે.
Dramatic visuals of massive Avalanche in Sonamarg, J&K on 27 Jan night. Hope everyone is safe. pic.twitter.com/aMOF0cYTsX
— Dr. Vineet Kumar (@vineet_mausam) January 27, 2026
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
પ્રશાસન દ્વારા ‘હિમસ્ખલન એલર્ટ’ જારી
આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ સોનમર્ગ અને આસપાસના પર્વતીય વિસ્તારો માટે ‘મીડિયમ ડેન્જર’ (Medium Danger) હિમસ્ખલન એલર્ટ જારી કર્યું છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓને બરફવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષા દળો અને વહીવટી ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ કટોકટી માટે એલર્ટ મોડ પર છે.