Site icon

કોંગ્રેસ અને દેશ માટે પડકારોથી ભરેલો સમય, ભાજપ અને RSSએ દરેક સંસ્થા પર કબજો જમાવ્યો છે: સોનિયા ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના રાયપુર સંમેલનમાં પોતાના સંબોધનમાં ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારોથી ભરેલો સમય છે.

Sonia Gandhi slams BJP-RSS for ‘economic ruin’, dubs it ‘challenging time’ for India, Congress

કોંગ્રેસ અને દેશ માટે પડકારોથી ભરેલો સમય, ભાજપ અને RSSએ દરેક સંસ્થા પર કબજો જમાવ્યો છે: સોનિયા ગાંધી

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના રાયપુર સંમેલનમાં પોતાના સંબોધનમાં ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારોથી ભરેલો સમય છે. તેમણે કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દેશની દરેક સંસ્થા પર કબજો કરી તેને બરબાદ કરી નાખ્યો છે. કેટલાક ઉદ્યોગપતિઓની તરફદારીથી આર્થિક તબાહી સર્જાઈ છે.

Join Our WhatsApp Community

સોનિયા ગાંધીએ કહ્યું કે વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ભાજપ નફરતની આગ ભડકાવે છે અને લઘુમતીઓ, દલિતો, આદિવાસીઓ અને મહિલાઓને નિશાન બનાવી રહી છે.

દેશની લોકશાહી તોડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે – ખડગે

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર દેશને તોડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. પાર્ટીની 85મી કોંગ્રેસમાં તેમના પ્રમુખપદના ભાષણમાં, તેમણે “દ્વેષનું વાતાવરણ”, મોંઘવારી, બેરોજગારી અને રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિ પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા.

આ સમાચાર પણ વાંચો :  “નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ”, બિહારમાં બોલ્યા અમિત શાહ

ખડગેએ કહ્યું કે અમે ભાજપને હરાવવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ. તેમણે આરોપ લગાવ્યો કે, “દેશની લોકશાહીને તોડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, તેની સામે આંદોલન કરવું પડશે.” ખડગેએ કહ્યું, “આજે સત્તા પર બેઠેલા લોકો લોકોના અધિકારો પર હુમલો કરી રહ્યા છે, આજે દરેકે ‘સેવા, સંઘર્ષ અને બલિદાન, સૌ પ્રથમ ભારત’ની પ્રતિજ્ઞા લેવી પડશે.” ખડગેએ કહ્યું કે આજે દેશ સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. 

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Exit mobile version