274
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ આ વર્ષે તેના પ્રથમ ઉપગ્રહના લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે.
PSLV વાહન PSLV-C52 આ ઉપગ્રહને આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે.
1,710 કિગ્રા વજનના EOS-04 ઉપગ્રહને PSLV-C52 દ્વારા પૃથ્વીથી 529 કિમીની ઊંચાઈએ સૂર્યની ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
આ મિશન સાથે બે નાના ઉપગ્રહો પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે.
EOS-04 સેટેલાઇટ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. જેનો ઉપયોગ કોઈપણ પ્રકારના હવામાનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવા માટે કરવામાં આવશે.
આના દ્વારા તે કૃષિ, વનસંવર્ધન, વૃક્ષારોપણ, જમીનના ભેજ, પાણીની ઉપલબ્ધતા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોના નકશા તૈયાર કરવામાં મદદરૂપ થશે.
You Might Be Interested In