ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુલાઈ 2020
આપણે દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ કે રાવણ શ્રીલંકાથી 'પુષ્પક' નામના વિમાનમાં ભારત આવી સીતામાતાનું અપહરણ કર્યું હતું. હવે શ્રીલંકા રાવણ સાથે સંકળાયેલા તેના વારસાને શોધવાનું કામ આરંભી રહ્યું છે. શ્રીલંકાની સિંહાલ ભાષામાં પ્રકાશિત એક જાહેરાતમાં શ્રીલંકાની 'એવિએશન ઓથોરિટીએ' લોકોને રાજા રાવણ અને હાલની ખોવાયેલી પ્રાચીન વાયુ માર્ગ વિશે કોઈ પણ પ્રકાર ના દસ્તાવેજો અથવા સાહિત્યિક પુરાવા હોય તો મોકલવા જણાવ્યું છે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે "રાવણ ના વિમાન અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલા માર્ગો વિશે સદીઓથી વાર્તા સાંભળીએ છીએ. આથી જ આ માર્ગ વિશે સંશોધન કરવા માંગીએ છીએ."
નોંધનીય છે કે, ભારત- શ્રીલંકા વચ્ચે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખાસ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. જે રામાયણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાતે લઇ જાય છે.
ભારતમાં રાવણને ભલે ખલનાયકના રૂપમાં જોવાતું હોય. પરંતુ, શ્રીલંકામાં સિંહલ-બૌદ્ધ લોકો આસ્થાની દૃષ્ટિએ જુએ છે. શ્રીલંકામાં રાવણને દેશના બહાદુર અને વિદ્વાન રાજા તરીકે જોવામાં આવે છે. નોંધનીય છે કે શ્રીલંકાએ તેના પ્રથમ 'ઉપગ્રહનું નામ રાવણ-1' આપ્યું છે..
જોગાનુજોગે એ છે કે, થોડા દિવસો અગાઉ નેપાળ પણ ભગવાન રામ અને અયોધ્યા પર પોતાનો દાવો સાબિત કરવા માટે પુરાતત્વીય અભ્યાસની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ શ્રીલંકામાં રાવણના વાયુ માર્ગ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. તો ત્રીજી બાજુ ભારતમાં અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com