ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખનો 395 વર્ગ કિ.મી.ના ભારતીય વિસ્તારને જબરદસ્તી પોતાના નકશામાં સામેલ કરનાર નેપાળે હવે આ વિસ્તારોમાં નેપાળી નાગરિકોની ઘૂસણખોરીને કાયદેસરની ગણાવી છે. આની પહેલાં આ મહિને ભારતે નેપાળથી પોતાના નાગરિકોને કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખમાં ગેરકાયદે રીતે ઘૂસતા રોકવાની અપીલ કરી હતી. આ સંબંધમાં ધારચૂલા (પિથોરાગઢ, ઉત્તરાખંડ)ના ઉપ-જિલ્લાધિકારી એ નેપાળી પ્રશાસનને એક પત્ર લખ્યો હતો.
જેના જવાબમાં નેપાળે સુગૌલી સંધિના આર્ટિકલ 5, નકશા અને ઐતિહાસિક પુરાવાના આધાર પર કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ નેપાળનો છે. આથી ભારત આ વિસ્તારમાં રહેતાં નેપાળી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ના લગાવી શકે.. તેમજ નેપાળે આ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા લોકોને પણ નાગરિકતાં આપી વસવાટ કરાવાનું શરૂ કર્યું છે. જેની સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને આગળ પગલાં ભરવાની વાત પણ નેપાળને જણાવી છે. પરંતુ ભારતનાં દુશ્મન ચીનના ઇશારે નાચતાં નેપાલના વડાપ્રધાન ઓલી ભારતની વાતને અવગણી રહયાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com