ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
નક્સલીઓ ક્યારે પણ નથી ઈચ્છતા કે તેઓના પ્રભાવ વાળા વિસ્તારોમાં વિકાસ થાય. જ્યાં મૂળભૂત સુવિધાઓ વધે. રોડ, રસ્તા, પાણી, ફોન જેવા સંસાર ના સાધનો વધે. કારણકે પછી આ લોકોની પ્રવૃત્તિ પર પોલીસ નો પહેરો લાગી જાય. આવી જ એક ઘટનામાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ મોડી રાત્રે માર્ગ બાંધકામના કામમાં રોકાયેલા બે જેસીબી અને એક પોકલેન, ત્રણ ટિપર સહિત કુલ 6 વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના જિલ્લાના કુકણાર પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીકોરતા ગામની છે.
નોંધનીય છે કે નક્સલવાદીઓ તેમના પ્રભાવના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આગામી દિવસોમાં વધુ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ હંમેશા રોડ, બ્રિજ, પુલીયા, કલ્ટવર બાંધકામનો વિરોધ કરે છે. જેથી વિસ્તારનો વિકાસ થંભી જાય. જો ત્યાં વિકાસ થાય તો તેઓ પોતાના ગોરખધંધા ચાલુ રાખી શકતા નથી…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com