News Continuous Bureau | Mumbai
Supreme Court : અરવિંદ કેજરીવાલના સમર્થનમાં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે અરવિંદ કેજરીવાલને ( Arvind Kejriwal ) જેલમાંથી સરકાર ચલાવવાની પરવાનગી આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ખારેજ કરી નાખી છે તેમજ અરજી કરનાર વ્યક્તિ પર એક લાખ રૂપિયા નો દંડ ફટકાવ્યો છે. આ અરજીને કારણે અરવિંદ કેજરીવાલ હવે ખરી મુસીબતમાં સપડાયા છે.
Supreme Court : અરવિંદ કેજરીવાલની મુશ્કેલી શી રીતે વધી…
અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તેમ છતાં તેમણે મુખ્યમંત્રી પદ ( Chief Minister post ) પરથી રાજીનામું આપ્યું નથી. તેઓ જેલમાંથી બહાર નીકળવા માટે બેલની અરજી કરી રહ્યા છે પરંતુ હજી સુધી તે માન્ય થઈ નથી. આ પરિસ્થિતિમાં દિલ્હીની સરકાર ( Delhi Government ) શી રીતે ચાલે તે પ્રશ્ન યથાવત છે. આવા સમયે એક યાચિકા કરતા એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે અરવિંદ કેજરીવાલને જેલથી સરકાર ચલાવવાની પરવાનગી આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ અરજીને રદ બાદલ કરી દીધી છે અને અરજદાર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election 2024 : રાહુલ ગાંધીને અદાણી અને અંબાણી તરફથી પૈસા મળી ગયા કે? હવે કેમ પ્રચારમાંથી વેપારીઓના નામ ગાયબ થયા…. વડાપ્રધાન મોદીનો સવાલ.