ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
ભારતીય સુપ્રીમ કોર્ટે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને અનાદરના મામલામાં દોષી ઠેરવ્યા બાદ એક રૂપિયાનો પ્રતિકાત્મક દંડ ફટાકર્યો છે. રૂપિયાના દંડની સજા સંભળાવી છે.15મી સપ્ટેમ્બર સુધી એક રૂપિયાનો દંડ જમા કરાવવા આદેશ કર્યો છે. નક્કી કરેલ ડેડલાઈનમાં આ દંડ નહિ ભરવામાં આવે તો તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ શકે છે. આ સાથે જો તેઓ દંડ નહિ ભરે તો આગામી ત્રણ વર્ષ સુધી તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ નહિ કરી શકે એટલે કે તેઓ કોઈપણ કેસ લડી નહિ શકે. સુપ્રીમ કોર્ટે આજે (સોમવારે) પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો કોઈ પ્રકાશન કે મીડિયામાં આવેલા વિચારોથી પ્રભાવિત થઈ શકતો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી કરતાં તેના પરની સજાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો.
14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ભૂષણને ન્યાયતંત્ર વિરુદ્ધ તેમની બે અપમાનજનક ટ્વિટ માટે દોષી ઠેરવ્યા હતા. ભૂષણની તરફેણ કરી રહેલા ધવને ભૂષણના પૂરક નિવેદનો ટાંકીને સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમણે 14 ઓગસ્ટનો ચુકાદો પાછો ખેંચવો જોઈએ અને કોઈ સજા ન કરવી જોઇએ. તેમણે વિનંતી કરી હતી કે માત્ર આ મામલો બંધ કરવો જોઈએ, પરંતુ આ વિવાદ પણ સમાપ્ત થવો જોઈએ.
જાણો શું છે સમગ્ર મામલો?
આ મામલો હાલના અને પૂર્વ ચીફ જસ્ટિસ વિશે ભૂષણના વિવાદાસ્પદ ટ્વિટને લઈને છે. ગત 22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણનાં બે વિવાદિત ટ્વીટ ધ્યાને લઈને તેમને નોટિસ મોકલી હતી. પ્રશાંત ભૂષણે 29 જૂનના રોજ આ ટ્વિટ કર્યાં હતાં. કોર્ટે કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ પ્રશાંત ભૂષણનાં આ ટ્વીટથી ન્યાયવ્યવસ્થાનું અપમાન થયું છે. તેના જવાબમાં પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે વિચારોની સ્વતંત્રતા અદાલતનો અનાદર ન હોઈ શકે. પણ અદાલતે તેને અનાદર માનીને તેમને દોષી ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું, "પહેલી નજરમાં અમારું માનવું છે કે ટ્વિટર પર આ નિવેદનોથી ન્યાયપાલિકાની બદનામી થઈ છે અને સુપ્રીમ કોર્ટ અને ખાસ કરીને ભારતના ચીફ જસ્ટિસની ઑફિસ માટે લોકોના મનમાં જે માન-સન્માન છે, આ નિવેદન તેને નુકસાન પહોંચાડી શકે છે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com