Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Suvendu Adhikari PA Murder। મધ્યમગ્રામમાં ભાજપ નેતાના અંગત સચિવ ચંદ્રનાથ રથની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા; ગ્લોક પિસ્તોલનો ઉપયોગ.

by Zalak Parikh
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ

 

News Continuous Bureau | Mumbai

Suvendu Adhikari PA Murder। પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણાના મધ્યમગ્રામમાં ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની કરપીણ હત્યા મામલે SITએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ હત્યા કોઈ સામાન્ય ગુનેગારોએ નહીં પરંતુ પ્રોફેશનલ કિલર્સે કરી છે, જેમણે ઘટનાસ્થળની ૩ થી ૪ દિવસ સુધી ઝીણવટભરી રેકી કરી હતી.

ગ્લોક પિસ્તોલથી કરવામાં આવ્યું ફાયરિંગ

આ ઘટના બુધવારે રાત્રે આશરે ૧૦:૨૦ વાગ્યે મધ્યમગ્રામમાં જેસોર રોડ પર બની હતી. ૪૧ વર્ષીય ચંદ્રનાથ રથ પોતાની સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ બીજી કાર વડે તેમનો રસ્તો રોક્યો હતો. ત્યારબાદ મોટરસાઈકલ પર આવેલા શૂટર્સે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમની પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કથિત રીતે ‘ગ્લોક 47X’ (Glock 47X) પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. રથને છાતી અને પેટના ભાગે ત્રણ ગોળીઓ વાગી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

પૂર્વ આયોજિત કાવતરું અને નકલી નંબર પ્લેટ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોરોએ ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહન પર નકલી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે આ કાર જપ્ત કરી લીધી છે અને ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ તથા જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. સુવેન્દુ અધિકારીએ આ હત્યાને ‘કોલ્ડ-બ્લડેડ મર્ડર’ ગણાવ્યું છે. તેમના મતે, નંદીગ્રામ અને ભવાનીપુર જેવી મહત્વની ચૂંટણીઓમાં ચંદ્રનાથ રથની કુશળ ચૂંટણી વ્યવસ્થાપન કામગીરીને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.

SIT દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ તેજ

પશ્ચિમ બંગાળના ડીજીપી સિદ્ધ નાથ ગુપ્તાએ જણાવ્યું કે પોલીસની અલગ-અલગ ટીમો આ કેસમાં સીસીટીવી ફૂટેજ ખંખેરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ છે કે વધુ પડતો રક્તસ્ત્રાવ અને મહત્વના અંગો નિષ્ફળ જવાને કારણે મોત થયું હતું. આ હુમલામાં રથના સાથીદાર બુદ્ધદેવ બેરા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે હત્યા પાછળના ચોક્કસ હેતુને જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Hindi Exam Stayed। મહારાષ્ટ્રમાં ‘મરાઠી અસ્મિતા’નો મુદ્દો ગરમાયો! રાજ ઠાકરેની ધમકી બાદ સરકારે હિન્દી પરીક્ષાનો આદેશ પાછો ખેંચ્યો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More