Site icon News Continuous Bureau | Mumbai

Tarsem Singh : ભારતીય તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા,આ આતંકવાદીને UAEથી ભારત પરત મોકલવામાં આવ્યો..

 Tarsem Singh : બબ્બર ખાલસાના આતંકવાદી તરસીમ સંધુને ભારત લાવવામાં આવ્યો છે.  ભારતીય ઓથોરિટી દ્વારા તરસીમ સંધુને દુબઈથી દેશનિકાલ કરીને ભારત લાવવામાં આવ્યો છે. તરસીમ સંધુ મોહાલી RPG હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકવાદી છે. 

CBI and NIA extradite, take into custody key Babbar Khalsa terrorist from the UAE

CBI and NIA extradite, take into custody key Babbar Khalsa terrorist from the UAE

News Continuous Bureau | Mumbai

Tarsem Singh : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સી NIAને  ખાલિસ્તાન તરફી મોસ્ટ વોન્ટેડ તત્વ તરસેમ સંધુને અબુધાબીથી ભારત લાવી છે. તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને આજે ભારત લાવવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડાનો ભાઈ છે, જે પંજાબના તરનતારનનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હાલમાં કેનેડાથી કામ કરી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે તરસેમ સિંહ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા છે.

Join Our WhatsApp Channel

હુમલાને અંજામ આપવાના કાવતરામાં સામેલ હતો

NIA અનુસાર, તરસેમ સંધુ મે 2022માં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર RPG હુમલા અને ડિસેમ્બર 2022માં તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર RPG હુમલાને અંજામ આપવાના કાવતરામાં સામેલ હતો. NIA દ્વારા તરસેમનું નામ પાકિસ્તાન અને અન્ય દેશોમાં ડ્રગ સ્મગલરો અને ખાલિસ્તાની ઓપરેટિવ્સ સાથે કથિત રીતે નજીકના સંપર્કો હોવા બદલ અનેક ચાર્જશીટમાં આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Waqf Amendment Bill: વકફ સુધારા બિલ માટે કરાઈ સંયુક્ત સંસદીય સમિતિની રચના; લોકસભાના 21 સભ્યો તો રાજ્યસભાના 10 સભ્યોને કરાયા શામેલ; જાણો કોને મળી જગ્યા..

NIAના જણાવ્યા અનુસાર, તરસેમ સંધુ વિદેશમાં સ્થિત ઓપરેટિવ્સ દ્વારા ભારતમાં તેના સહયોગીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ, ખંડણી, હથિયારોની દાણચોરી માટે યુવાનોને ઉશ્કેરવામાં સામેલ છે. તરસેમ સંધુ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.

  સભ્ય દેશોને રેડ નોટિસ મોકલવામાં આવી 

NIAની વિનંતી પર, CBIએ 13 નવેમ્બર 2023ના રોજ ઈન્ટરપોલ જનરલ સચિવાલયમાંથી તરસેમ સંધુ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી. આરોપીના સ્થાન અને ધરપકડ માટે ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોને રેડ નોટિસ મોકલવામાં આવી હતી.

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version