News Continuous Bureau | Mumbai
Tehelka Sting Case: વર્ષ 2001માં એક ન્યૂઝ પોર્ટલ Tehelka.com ના સ્ટિંગે આખા દેશમાં હલચલ મચાવી દીધી હતી. તહેલકાના સ્ટિંગ (Tehelka Sting) માં સેનાના મેજર જનરલ (Army Major General) ને સંરક્ષણ સોદા (Defense deals) ના બદલામાં લાંચની માંગ કરતા દર્શાવવામાં આવ્યા હતા. જે વ્યક્તિ પાસેથી આર્મી ઓફિસરે લાંચની માંગણી કરી હતી તે એક અન્ડરકવર જર્નાલિસ્ટ હતો. જે ડિફેન્સ કોન્ટ્રાક્ટર તરીકે ઓળખાણ આપીને મળ્યો હતો. સ્ટિંગને લઈને સેના અધિકારીએ ન્યૂઝ પોર્ટલ તહેલકાના સંસ્થાપક તરુણ તેજપાલ (Tarun Tejpal) અને તેની સાથે જોડાયેલા અન્ય પત્રકારો વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે 22 વર્ષ બાદ હવે હાઈકોર્ટ (High Court) નો નિર્ણય આવ્યો છે, જેમાં આર્મી ઓફિસરની જીત થઈ છે.
દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શનિવારે (22 જુલાઈ) મેજર જનરલ એમએસ અહલુવાલિયાને સ્ટિંગ ઓપરેશન સંબંધિત માનહાનિના કેસમાં તેમની પ્રતિષ્ઠાને બદનામ કરવા બદલ વળતર તરીકે રૂ.2 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, Tehelka.com, તેની માલિક કંપની M/s Buffalo Communications, તેના માલિક તરુણ તેજપાલ અને પત્રકારો અનિરુદ્ધ બહેલ અને મેથ્યુ સેમ્યુઅલ આ રકમ મેજર જનરલ (Major General) એમએસ આહલુવાલિયાને ચૂકવશે.
23 વર્ષ પછી માફી માંગવાનો અર્થ નથી – કોર્ટ
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેસની સુનાવણી કરી રહેલી બેંચની અધ્યક્ષતામાં કહ્યું હતું કે આ એક ઈમાનદાર સૈન્ય અધિકારીની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાનનું સ્પષ્ટ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, 23 વર્ષ પછી જાહેર કરવામાં આવેલી માફીનો કોઈ અર્થ નથી.
જો કે, કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં ઝી ટેલિફિલ્મ લિમિટેડ (Zee Telefilms Limited) અને તેના અધિકારીઓ માનહાનિના કોઈપણ કૃત્યને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેમણે તહેલકા સાથે કરાર કર્યા પછી તેનું પ્રસારણ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Pakistan Martial law: સીમા હૈદરના કારણે પાકિસ્તાનમાં મચ્યો ખળભળાટ… પીએમ શરીફ માર્શલ લો લગાવવાની તૈયારીમાં… સાંપ્રદાયિક હિંસાનો….
શું હતો મામલો?
13 માર્ચ, 2001ના રોજ, તહેલકાએ ‘ઓપરેશન વેસ્ટ એન્ડ’ (Operation West End) નામના સંરક્ષણ સોદાઓમાં કથિત ભ્રષ્ટાચાર અંગેનું સ્ટિંગ ઓપરેશન પ્રકાશિત કર્યું હતું. તેના એક ભાગમાં મેજર જનરલ એમએસ અહલુવાલિયાને પણ બતાવવામાં આવ્યા હતા. સ્ટિંગમાં, અહલુવાલિયા સંરક્ષણ સોદાના બદલામાં 10 લાખ રૂપિયા અને મોંઘા દારૂની માંગ કરતા જોવા મળ્યા હતા. સ્ટિંગમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અહલુવાલિયાએ એડવાન્સ તરીકે 50,000 રૂપિયા પણ લીધા હતા.
મેજર જનરલ એમએસ અહલુવાલિયાએ દાવો કર્યો હતો કે રિપોર્ટર સાથેની વાતચીતના વીડિયોને એડિટ કરીને આ મામલે સંપૂર્ણ ફેક સ્ટોરી તૈયાર કરવામાં આવી હતી.
પૈસા પાછા આપી શકાય છે, ખોવાયેલ પ્રતિષ્ઠા નહીં
ચુકાદો આપતી વખતે કોર્ટે અબ્રાહમ લિંકન (Abraham Lincoln) ના પ્રખ્યાત નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, સત્ય એ નિંદા સામે શ્રેષ્ઠ ઉપાય છે. તેમ છતાં, સત્યમાં તે પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા નથી કે જે સમાજની નજરમાં વ્યક્તિ ગુમાવે છે. જે હંમેશા ન્યાય કરવામાં ઉતાવળ કરે છે.
કોર્ટે વધુમાં કહ્યું કે, એક ખરાબ સત્ય છે કે ખોવાયેલા પૈસા હંમેશા પાછા મેળવી શકાય છે. કોઈની પ્રતિષ્ઠા પરનો ડાઘ, એક વખત કોઈના આત્મા પર અંકિત થઈ જાય છે, તે નુકસાન સિવાય કંઈ જ આપતું નથી, પછી ભલે તેના માટે લાખો વળતર ચૂકવવામાં આવે.