News Continuous Bureau | Mumbai
PDS: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Central Government ) જાહેર વિતરણ યોજના (પીડીએસ) મારફતે વિતરિત અંત્યોદય અન્ન યોજના ( AAY ) પરિવારો માટે ખાંડ સબસિડીની ( Sugar subsidy ) યોજનાને વધુ બે વર્ષ માટે એટલે કે 31 માર્ચ, 2026 માટે લંબાવવાની મંજૂરી આપી હતી.
દેશના નાગરિકોની સુખાકારી પ્રત્યે કેન્દ્ર સરકારની ( Central Govt ) અવિરત પ્રતિબદ્ધતાના અન્ય એક સંકેત તરીકે અને દેશના ગરીબમાં ગરીબ લોકોની થાળીની મીઠાશ સુનિશ્ચિત કરવાના અન્ય એક સંકેત તરીકે, આ યોજના ગરીબમાં ગરીબ વ્યક્તિને ખાંડની સુલભતાની સુવિધા આપે છે અને તેમના આહારમાં ઊર્જા ઉમેરે છે જેથી તેમનું સ્વાસ્થ્ય સુધરે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સહભાગી રાજ્યોના એએવાય પરિવારોને ખાંડની દર મહિને રૂ.18.50ની સબસિડી આપે છે. આ મંજૂરીથી 15માં નાણાં પંચ (2020-21થી 2025-26)નાં ગાળા દરમિયાન રૂ.1850 કરોડથી વધારે લાભ થવાની અપેક્ષા છે. આ યોજનાથી દેશના લગભગ ૧.૮૯ કરોડ એએવાય પરિવારોને લાભ થવાની અપેક્ષા છે.
આ સમાચાર પણ વાંચો : IND vs ENG 2nd Test: ઈંગ્લેંડ સામેની બીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિન પાસે માત્ર એક બે નહીં પરંતુ આટલા રેકોર્ડ બનાવવાની છે તક..
ભારત સરકાર પહેલાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ( PM-GKY ) હેઠળ મફત રાશન આપી રહી છે. ‘ભારત આટા’, ‘ભારત દાળ’ અને ટામેટાં અને ડુંગળીનું વાજબી અને કિફાયતી ભાવે વેચાણ એ પીએમ-જીકેએવાયથી આગળ પણ નાગરિકોની થાળીમાં પર્યાપ્ત માત્રામાં ખોરાક સુનિશ્ચિત કરવા માટેનાં પગલાં છે. અત્યાર સુધીમાં લગભગ 3 લાખ ટન ભારત દાળ (ચણાની દાળ) અને લગભગ 2.4 લાખ ટન ભારત આટાનું વેચાણ થઈ ચૂક્યું છે, જેનો લાભ સામાન્ય ગ્રાહકોને મળી રહ્યો છે. આમ, સબસિડીવાળા દાળ, આટા અને ખાંડની ઉપલબ્ધતાએ ભારતના એક સામાન્ય નાગરિક માટે ‘બધા માટે ખોરાક, બધા માટે પોષણ’ ની મોદી કી ગેરંટી પૂર્ણ કરી છે.
આ મંજૂરી સાથે સરકાર સહભાગી રાજ્યોને પીડીએસ મારફતે એએવાય પરિવારોને દર મહિને એક કિલોના દરે ખાંડના વિતરણ માટે સબસિડી આપવાનું ચાલુ રાખશે. ખાંડની ખરીદી અને વિતરણ કરવાની જવાબદારી રાજ્યોની છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.