ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
મધ્ય અને દક્ષિણ એશિયામાં ક્રિપ્ટોકરન્સી માર્કેટના વિસ્તારમાં ભારત, વિયેતનામ અને પાકિસ્તાન નોંધપાત્ર મદદ કરી રહ્યા છે. ભારતનું બજાર પાછલા વર્ષમાં 641% અને પાકિસ્તાનનું 711% વધ્યું છે.
ચાઇનાલિસિસના એક અહેવાલમાં એક મૅટ્રિકનો ઉપયોગ કરીને જે દેશને મળેલી કુલ ક્રિપ્ટોકરન્સી છે એનો અંદાજ બતાવવામાં આવ્યો છે.
પ્રિયંકા ની ધરપકડ બાદ હવે રાહુલ ગાંધી પણ લખીમપુરના રસ્તે, થશે જોરદાર હંગામો; જાણો વિગતે
ભારત પાસે વિકેન્દ્રિત ફાઇનાન્સ (DeFi) સ્તરે થતી પ્રવૃત્તિમાં 59% શૅર છે, એમાં પાકિસ્તાનના 33% શૅર છે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્રમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત સાહસ મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. 10 મિલિયન ડૉલરથી વધુની ક્રિપ્ટોકરન્સીના મોટા સંસ્થાકીય કદના 42% ટ્રાન્ઝેક્શન ભારતનાં સરનામાં પરથી થયા છે. જ્યારે પાકિસ્તાનમાંથી 28% અને વિયેતનામમાંથી 29% ટ્રાન્ઝેક્શન થયાં છે. આ આંકડા સૂચવે છે કે ભારતના ક્રિપ્ટોકરન્સી રોકાણકારો મોટા સુસંગઠનોનો ભાગ છે."
પાછલા વર્ષમાં ભારતના ક્રિપ્ટો માર્કેટમાં સંખ્યાબંધ વળાંકો આવ્યા છે, એમાં નિયમનકારી મોરચાનો સમાવેશ થાય છે, કેટલાક અહેવાલો જણાવે છે કે દેશ ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવાનો અથવા અન્યથા પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે ચાઇનાલિસિસે નોંધ્યું છે કે તાજેતરમાં એવું લાગે છે કે ભારત સરકાર ફક્ત કરવેરાની તરફેણ કરી શકે છે.
શાળા ચાલુ, મંદિર ચાલુ, પણ પાલિકાની મિટિંગ ઑનલાઇન; ભ્રષ્ટાચારનો કીમિયો? જાણો વિગત